Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ખાતે ગુરૂપૂર્ણીમાની ઉજવણી કરવામા આવી

સર્વોચ્ચ તીર્થધામ

વડતાલમાં ગુરૂપૂર્ણિમાએ હજારો સંતો – હરિભક્તોએ આચાર્ય મહારાજશ્રીનું પૂજન કરી ધન્યતા અનુભવી

Vadtal : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ખાતે સોમવારે ગુરૂપૂર્ણીમાની ઉજવણી , ગુરૂઓના ગુરૂ આરાધ્ય ઈષ્ટદેવ શ્રીહરિકૃષ્ણ મહારાજના પૂજન સાથે આચાર્યશ્રી દ્વારા કરવામા આવી હતી.

અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરૂપૂર્ણિમા જેને વ્યાસ પૂર્ણીમા પણ કહેવામાં આવે છે

વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે મંગળાઆરતી બાદ ૭ઃ૦૦ વાગે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે મંદિરમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજનું ગુરૂપૂજન કર્યું હતું. ત્યારબાદ વડતાલ મંદિરના સભામંડપમાં ભક્તો ધ્વારા કિર્તન આરાધના કરવામાં આવી હતી. સવારે ૮ઃ૩૦ કલાકે આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ સંપ્રદાયના વરિષ્ઠ સંતો સાથે સભામંડપમાં પધાર્યા હતા. જ્યાં સંપ્રદાયના વિદ્વાન કથાકાર નિત્યસ્વરૂપ સ્વામીનું આચાર્ય મહારાજે ફુલહાર પહેરાવી અભિવાદન કર્યું હતું. ગુરૂપૂર્ણીમા મહોત્સવના યજમાન તૃષારભાઈ નવનીતભાઈ પટેલે કથાના વક્તા નિત્યસ્વરૂપ સ્વામીનું પૂજન કર્યું હતું.

વડતાલ મંદિરના કોઠારીર્ડા.સંતસ્વામીએઆર્શીવચન પાઠવતાજણાવ્યું હતું કે,આગામી સમયમાં વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે ત્યારે સૌ ભક્તોએ પોતાને મળે તે નાની-મોટી સેવાઓ હર્ષભેર સવીકારી લઈ શ્રી હરિકૃષ્ણ મહારાજનો રાજીપો પ્રાપ્ત કરી લેવો. ત્યારબાદ વડતાલ – જુનાગઢ – ગઢડા ટ્રસ્ટીબોર્ડના સભ્યો તથા સંતોએ આચાર્ય મહારાજશ્રીનું પૂજન કર્યું હતું. ગુજરાત સરકારના પ્રતિનિધિ અને મહેમદાવાદ ધારાસભ્યઅર્જુનસિંહચૌહાણતથાબાલકૃણસ્વામી,નિત્યસ્વરૂપસ્વામી,વિષ્ણુસ્વામી, પ્રભુચરણ સ્વામી, હરિૐ સ્વામી તથા બાપુ સ્વામી, સત્સંગભૂષણ સ્વામીએ આચાર્ય મહારાજશ્રીનું પૂજન કર્યું હતું.

આ પ્રસંગે એસ.જી.વી.પી.ગુરૂકુળનાબાલકૃષ્ણસ્વામીએ આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ દેશ કે પરદેશમાં વિચરણ કરતા હોય પણ પોતાના સત્સંગીઓને આપણો છેડો મજબૂત રીતે વડતાલ સાથે જોડાઈ રહે તેમ કરવા જણાવ્યું હતું.

વડતાલ મંદિરમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજને સોનાના વાઘા ધરાવાયા. આજે ગુરૂપૂર્ણિમા નિમિત્તે શ્રીહરિકૃષ્ણ મહારાજને સોનાના વાઘા ધરાવવામાં આવ્યાં હતા. જેના હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર મહોત્સવની વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી અને સ્વયંસેવક યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી , એમ વડતાલ મંદિર દ્વારા જાણવા મળેલ છે.

Other News : આણંદ જિલ્લામાં પોલીસ વિભાગ અને ચાઈલ્ડ લાઈનના સહયોગથી છેલ્લા ત્રણ મહિના દરમિયાન ૪૭ બાળલગ્નો અટકાવાયા

Related posts

અનિયમિતતાનાં કારણે વિદ્યાર્થીઓનું એસ.ટી. બસ રોકો આંદોલન…

Charotar Sandesh

કરમસદ-સંદેશર-બાકરોલ સહિતના ગામોના કોરોના સંક્રમિત વિસ્તાર કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર…

Charotar Sandesh

યુક્રેન રશિયાના યુદ્ધની સ્થિતિ વચ્ચેથી આણંદના બે વિદ્યાર્થી યુક્રેનથી હેમખેમ પરત આવ્યાં

Charotar Sandesh