વડોદરા : સ્વામિનારાયણ મંદિર કલાલીધામ ખાતે યોજાયલા શાકોત્સવમાં મોટી જનમેદની વચ્ચે મંચ પરથી જણાવ્યું હતું કે, તમામ સંતોના ચરણોમાં પ્રણામ કરુ છું. હું કોર્પોરેટર હતો ત્યારથી છેલ્લા ૨૫ વર્ષથી નૌતમસ્વામી સાથે નાતો છે. મારા મુશ્કેલ અને સારા સમયમાં નૌતમસ્વામી મારી પડખે રહ્યા છે અને મને માર્ગદર્શન આપ્યું છે.
ડભોઇ વિધાનસભા લડ્યો ત્યારે આંતરે દિવસે ફોન આવે કે ક્યાં નુકશાન થશે અને કેવી રીતે સરભર થાય તેનું પણ માર્ગદર્શન આપે. કારણ કે ડભોઇ તો વિચિત્ર વિસ્તાર હતો ને.વડોદરા જિલ્લાના ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા)એ વડોદરા સ્વામિનારાયણ મંદિર કલાલીધામ દ્વારા યાજાયેલા દિવ્ય શાકોત્સવમાં દાઢી-ટોપીની દાદાગીરી બંધ થઇ ગઇ તેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ચૂંટણી જીતવા માટે કદી વિધર્મીઓના દરવાજા પર માથું નહીં ટેકવું
શૈલેષ સોટ્ટાએ મંચ પરથી પુરાણી સ્વામીને પુછ્યું હતું કે, એ દાઢી-ટોપીની દાદાગીરી બંધ થઇ ગઇને ડભોઇમાં જે લોકોની દાદાગીરી હતી તે બંધ કરાવવાની જવાબદારી હતી. ડભોઇમાં દાઢી-ટોપીની દાદાગીરી બંધ થઇ છે. હું જ્યારે ડભોઇ ગયો ત્યારે સરકારી આંકડા અનુસાર વર્ષમાં સાત અને વધુમાં વધુ ૧૪ વખત તોફાન થતાં હતાં. પરંતુ છેલ્લા ચાર વર્ષમાં કોમી તોફાનો થયા નથી. ત્યારે ફરી કહું છું જે રીતે વર્ત્યો તે રીતે વર્તવાનો છું. હું જન્મે હિન્દુ, ધર્મે હિન્દુ અને કાયમ માટે હિન્દુ જ રહેવાનો છું. હું ચમરબંધીની સામે લડવા નિકળ્યો હતો.
જ્યારે ટિકિટ જાહેર થઇ ત્યારે તો બધાએ કહી દીધું હતું કે, આ પુરુ કરવા માટે જ મોકલ્યા છે પણ સંતોના આશિર્વાદ હોય તો કદી કેવી રીતે પુરુ થાય. તેથી એ ચમરબંધીનું પુરુ થયુ પણ આપણુ તો ચાલુ જ રહ્યું. જ્યાં સુધી સંતોના આશિર્વાદ છે ત્યા સુધી કોઇ પુરુ કરી શકવાનું નથી. અહીંયા મને બ્રાહ્મણ આગેવાન તરીકે કહ્યું કે વડતાલમાં સંસ્કૃત પાઠશાળા ચાલે છે.
Other News : ગુજરાતમાં અમદાવાદ શહેર બન્યું કોરોનાનું ફરી હોટસ્પોટ : નોંધાયા સૌથી વધુ કેસ