અમિત શાહના આગમનથી આણંદના “સરદાર પટેલ રાજમાર્ગ” પર પુર જોશમાં સફાઈ અભિયાન
સ્થાનિકોમાં અચાનક આ દ્રશ્યો જોતા કુતુહુલ પણ સર્જાયું
આણંદમાં ગૃહમંત્રી અમિત શાહના આગમનને લઇ વહીવટી તંત્ર સહિત નગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાર્યક્રમના સ્થળ સરદાર પટેલ રાજમાર્ગ પર Anand-Karamsadનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓની આખેઆખી સેના ઉતારી દેવામાં આવી અને પુર જોશમાં સફાઈ અભિયાન શરુ કરી સમગ્ર માર્ગની આજુબાજુ ના ઝાડી ઝાંખરા દૂર કરવામાં આવ્યા,રસ્તામાં પડેલા ખાડામાં ડામર ગોળા નાખી પૂરી દેવામાં આવ્યા,બંધ પડેલી સ્ટ્રીટ લાઈટો શરુ કરી થાંભલાઓને કલર પણ મારી દેવામાં આવ્યો અને જોતજોતામાં સરદાર પટેલ રાજમાર્ગ ની રોનક બદલી નાખી.
જોકે કેટલાક ન જાણતા સ્થાનિકોમાં અચાનક આ દ્રશ્યો જોતા કુતુહુલ પણ સર્જાયું પણ મનોમન એ સમજાઈ પણ ગયું કે ચોક્કસ કોઈ મોટી હસ્તી આવવાની હશે.
Other News : આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા યોજાયેલ નેશનલ લોક અદાલતમાં ૬,૫૧૨ કેસોનો સુખદ નિકાલ