Charotar Sandesh
ગુજરાત

મંત્રી અભણ ચાલે પણ તલાટી તો ગ્રેજ્યુએટ જ : ધો. ૧ર પાસ હવે તલાટીની પરીક્ષા આપી નહીં શકે !

તલાટીની પરીક્ષા

રાજ્યમાં તલાટીની પરીક્ષા (talati exam) ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે, જેમાં પંચાયત વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેતા હવે તલાટીની પરીક્ષા (talati exam) માટે ગ્રેજ્યુએશન ફરજિયાત કરાયું છે, અત્યાર સુધી તલાટીની પરીક્ષા ધોરણ ૧૨ પાસ પર લેવામાં આવતી હતી.

નોંધનીય છે કે, Talati એ ગુજરાત સરકારમાં એક સરકારી હોદ્દો છે જે દરેક ગામમાં હોય છે. આ કેડર પંચાયત વિભાગમાં આવે છે. જેથી તે રાજ્ય સરકારના નહીં, પરંતુ પંચાયતના કર્મચારીઓ કહેવાય છે. તેઓએ પંચાયતને લગતા તથા રેવન્યુને લગતા તમામ ગ્રામ્ય કક્ષાના કાર્યો કરવાના થાય છે. એપ્રિલ ૨૦૧૦માં Gujarat Government દ્વારા તલાટી-કમ-મંત્રીને અલગ અલગ કેડર બનાવવામાં આવી, જેમાં પંચાયત હસ્તકનું કામ પંચાયત મંત્રી કરે તથા રેવન્યુ હસ્તકનું કામ મહેસૂલ Talati કરે તેવો નિર્ણય કરવામાં આવ્યો.

ગ્રામ પંચાયત મંત્રીએ સરકારના પંચાયત વિભાગના કર્મચારી હોવાથી તે રાજ્ય સરકારના પંચાયત વિભાગને લગતી તમામ કામગીરી કરવાની થાય છે

પંચાયતની યોજનાઓને લગતી તમામ કામગીરી તથા પંચાયત વિભાગ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી ગ્રામ પંચાયત મંત્રીએ કરવાની થાય છે. જિલ્લાવાર ગ્રામ પંચાયત મંત્રીની Bharati પંચાયત પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે.

Other News : આણંદ : ચેક રિટર્ન કેસમાં એક વ્યક્તિને કસુવરવાર ઠેરવી એક વર્ષની સજા ફટકારતી ખંભાત કોર્ટ

Related posts

પેટલાદમાં ૯૭ થર્ડ જેન્ડર મતદારોનું મતદાન

Charotar Sandesh

ત્રીજી લહેરની આશંકા, રસી લેવા લોકોની ભીડ, અમદાવાદ-સુરતમાં લાઇન યથાવત

Charotar Sandesh

કોરોના જંગમાં ગુજરાતની આગવી સિદ્ધિ : ૭ કરોડ ૧ લાખથી વધુ વેક્સિન ડોઝ અપાયા, જાણો વધુ વિગત

Charotar Sandesh