આણંદ : તાલુકાના હાડગુડ ગામમાં પે સેન્ટર પ્રાથમિક શાળા ખાતે આજે “સુપોષણ અભિયાન” નો કાર્યક્રમ યોજાયો. જેમાં કુપોષણની “રેડ ઝોન” શ્રેણીમાં આવતા અતિ કુપોષિત એવા 42 બાળકો ની માહીતી મેળવી તે બાળકોના વાલીઓની હાજરીમાં શાળા ખાતે એકત્રિત કરી તેમની તબીબી આરોગ્ય તપાસ બાળરોગ નિષ્ણાત ર્ડો નિકુંજ અમીન,ભાજપ ચિકિત્સા સેલના ર્ડો પ્રવિણકુમાર તથા ર્ડો વૈશાખીબેન આર્ય(આયુષ તબિબ)ની ઉપસ્થિતિના કરવામાં આવી હતી.
કુપોષણ ના કારણોના નિદાન સાથે તેમના માતા પિતાને કુપોષણ સંબંધિત માર્ગદર્શન પણ આપવામાં આવેલ હતું
આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી નીરવભાઈ અમીન,જિલ્લા મહિલા મોરચા પ્રમુખશ્રી દિપીકાબેન પટેલ, ગામના ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ રબારી, જિલ્લા પંચાયત સદસ્ય હસમુખ પટેલ (ટીનાભાઈ), તાલુકા પંચાયત સદસ્ય ખાલીભાઈ સૈયદગામના યુવા અગ્રણી તેજેન્દ્રસિંહ સોલંકી, જિલ્લા યુવા મંત્રી તરંગ પટેલ, તાલુકા યુવા મહામંત્રી આકાશ પટેલ, મનુબેન જાદવ (CDPO) તથા ધરતીબેન (આંગણવાડી સુપરવાઈઝર) સહીત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા તેમના વરદહસ્તે બાળકોને ફળ તથા પોષણ યુક્ત આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
- Jignesh Patel, Anand
Other New : હવે કોણ બનશે રાજ્યના નવા પોલિસવડા : ડીજીપીની રેસમાં આ નામ સૌથી મોખરે