ગાંધીનગર : ગુજરાત સરકારના મંત્રાલય, મંત્રીઓ અને સચિવાલય અંગે કેટલીક ગેરમાન્યતા ઘર કરી ગઇ છે. વિજ્ઞાનની અણી ઉપર કસીને ગુજરાતના વિકાસની વાતો કરનારા કેટલાય નેતાઓ વળી આ બધી માન્યતાઓની ગંભીરતાપૂર્વક નોંધ પણ લે છે. એવું પણ માનવામાં આવે છે કે, ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી પછીના નંબર ટુ પ્રધાન ૨૬ નંબરના બંગલામાં રહે તો એમનો મુખ્યમંત્રીપદ માટે જેકપોટ લાગી શકે છે.
ભૂતકાળમાં માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા અને તેમના પછી સેકન્ડ ઈન કમાન્ડ તરીકે અમરસિંહ હતા. અમરસિંહને રહેવા માટે ૨૬ નંબરનો બંગલો ફાળવી દેવાયો હતો. એ પછી તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. ચીમનભાઈ સરકારમાં છબીલદાસ ૨૬ નંબરના બંગલામાં રહેતાં હતા. ચીમનભાઈનું અવસાન બાદ છબીલદાસ મુખ્યમંત્રી બન્યા હતા. કેશુભાઈ પટેલે પોતાના કાર્યકાળમાં આ બંગલો સુરેશ મહેતાને ફાળવ્યો હતો. એ પછી સુરેશ મહેતા પણ મુખ્યમંત્રી બન્યા હતા. બળવો કરીને સત્તા પર આવેલા શંકરસિંહે એ બંગલો પોતાના કાર્યકાળ વખતે દિલીપ પરીખને આપ્યો હતો. દિલીપ પરીખ પણ થોડા મહિના માટે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ૨૦૦૧માં ગુજરાતની ગાદી સંભાળ્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પછી GAD દ્વારા આ બંગલો કોઈને આજ દિન સુધી રહેવા આપ્યો નહોતો. મંત્રીઓના બંગલામાં ૧૩ નંબરનો બંગલો નથી. આ નંબર અપશુકનિયાળ મનાય છે. ૧૨ નંબરના બંગલા પછી સીધો ૧૨-એ એવો નંબર આપવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર પાસે વૈજ્ઞાનિક અભિગમની આશા રાખવામાં આવતી હોય છે પણ અહીં મંત્રી નિવાસમાં જ ૧૩ નંબર બંગલાને આપવામાં આવતો નથી તે બાબત નવાઇ પમાડે તેવી છે
ગુજરાત સરકારના મંત્રીઓ ગાંધીનગરમાં બેસી વહીવટનો કારભાર સંભાળે છે. અહીં મુખ્યમંત્રીના નિવાસસ્થાનની સાથે મંત્રીઓ માટેના બંગલા આવેલા છે. જ્યારે ધારાસભ્યો માટે ક્વાટર્સ પણ છે. આજે નવનિયુકત પટેલ સરકારના મંત્રીઓને બંગલાઓની ફાળવણી કરાઇ ત્યારે આવો અમે તમને જણાવીએ કે કયા મંત્રીને કયો બંગલો ફાળવવામાં આવ્યો.
Other News : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના ટોલ ટેક્સથી દર મહિને ૧૫૦૦ કરોડની કમાણી થશે