આણંદ : જિલ્લા વિશ્ર્વ હિન્દુ પરિષદ (vishwa hindu parishad) દ્વારા પૂ. સંતોનો પૂજન અર્ચન તેમજ સેવાવસ્તીમાં રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો. પૂજન બાદ આણંદ જિલ્લા ના ગાના ગામ માં સેવાવસ્તી માં અનુસૂચિત જાતિના બંધુઓ ને આણંદ જિલ્લાની માતૃશક્તિ ની બેહનો દ્રારા રાખડી બાંધી સામાજિક સમરસતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું.
- પરમ પૂજ્ય શ્રી વિશોકાનંદજી મહારાજ (અખીલ ભારતીય સંત સમિતી માર્ગદર્શક મંડળ),
2. પરમ પૂજ્ય શ્રી નોત્તમ સ્વામીજી (અખીલ ભારતીય સંત સમિતી ગુજરાત અધ્યક્ષ, સત્સંગ મહાસભા પ્રમુખ શ્રી)
3. પરમ પૂજ્ય શ્રી ભગવતચરણ સ્વામીજી (બીએપીએસ મંદિર કોઠારી શ્રી આણંદ)
ઉપરોકત સર્વે પુજનિય સંતો ના પૂજન અર્ચન અને આશિર્વાદ નો લાભ મેળવવા તેમજ આણંદ જિલ્લા ના કાર્યકર્તાઓ ને માર્ગદર્શન પૂરું પાડવા ખાસ આણંદ જિલ્લાની વીનંતી ને માન આપી ને વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્રિય મહામંત્રી શ્રી અશોકભાઈ રાવલ, ક્ષેત્રિય ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ શ્રી ધીરુભાઈ કપુરિયા, ઉત્તર ગુજરાત પ્રાંત ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ શ્રી કેતનભાઈ શાહ, પધાર્યા હતા, પૂજનીય સંતો ના પૂજન બાદ આણંદ જિલ્લા ના ગાના ગામ માં સેવાવસ્તી માં અનુસૂચિત જાતિના બંધુઓ ને આણંદ જિલ્લાની માતૃશક્તિ ની બેહનો દ્રારા રાખડી બાંધી સામાજિક સમરસતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું.
આ પ્રસંગે શ્રી અશોકદાદા એ તેમની સરળ શૈલી માં સૌ ભાઇઓ બહેનો ને વિશ્વ હિન્દુ પરિષદ માં જોડાવા પ્રેરણાદાઈ વક્તવ્ય આપ્યું હતું
ત્યારબાદ સરકારી કચેરીઓ માં અને પોલિસ અધિકારીઓ ને માતૃશક્તિ ની બેહનો ના હસ્તે રક્ષાસૂત્ર બાંધી રાષ્ટ્રહિત ના કાર્યો માટે ભગવાન શ્રી રામ ખૂબ શક્તિ પ્રદાન કરે તેવી પ્રભુ ચરણે પ્રાથના કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા અધ્યક્ષ જયેશભાઇ પટેલ, જિલ્લા મંત્રી ઉમેશભાઇ ઠકકર, પ્રકાશભાઇ આહુજા, યોગેશભાઇ શર્મા, સોનુભાઇ ખટવાની, આકાશભાઇ રાવ તથા માતૃશક્તિ સયોજીકા જાગૃતિબેન જાદવ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બેહનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Ketul Patel, Anand
Other News : આણંદ ખાતે તા.૧૦મીના રોજ “રન ફોર તિરંગા” રેલી યોજાશે : જિલ્લાના નાગરિકોને જોડાવા અપીલ કરાઈ