Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કુલ પ્રાથમિક શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ

ચરોતર ઈંગ્લીશ મીડીયમ

Anand : ચરોતર એજયુકેશન સોસાયટી સંચાલિત ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કુલ ધોરણ ૧ થી ૫, પ્રાથમિક વિભાગમાં તારીખ ૫ જૂન ૨૦૨3 સોમવારના રોજ શાળા પ્રવેશ પ્રવેશોત્સવનો ઊજવણી કરવામાં આવી.દરેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ટીકા-પૂજન કરી અને મોં મીઠું કરાવી શાળામાં આવકારવામાં આવ્યા.

બાળકોમાં વેકેશન બાદ શાળામાં આવવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો

આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તેમનું સ્વાગત કરવામાં આવ્યુ જેમાં શાળામાં આચાર્યશ્રી કાર્તિકભાઈ પટેલ અને શાળાના તમામ શિક્ષકોએ બાળકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી.આમ શાળા પ્રવેશ મહોત્સવ દિવસની સફળતાપૂર્વક ઊજવણી કરવામાં આવી, જેનો હેતુ બાળકો પોતાના જ બીજા ઘરમાં આવતા હોય અને આનંદની લાગણીઓ અનુભવ કરે તે હતો.

  • Jignesh Patel, Anand

Other News : ઓડિસ્સા ટ્રેન દુર્ઘટના પર ગૌતમ અદાણીનું એલાન : માતા-પિતા ગુમાવનાર બાળકો માટે અદાણી ગૃપનો આ નિર્ણય, જુઓ

Related posts

વડતાલધામ દ્વિશતાબ્દી નિમિતે સંપ્રદાયના છ ધામમાં એકાદશીએ 13 હજાર કિલો લીલી અને કાળી દ્રાક્ષનો અન્નકૂટ

Charotar Sandesh

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજને દરરોજ સવા લાખ તુલસીપત્ર અર્પણ કરાયા

Charotar Sandesh

ચેકપોસ્ટ ઉપર સામાન્ય નાગરિક બની ઓચિંતુ નિરીક્ષણ કરતા આણંદ જિલ્લા કલેક્ટર આર.જી.ગોહીલ

Charotar Sandesh