Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ મંદિરમાં રવિસભા સાથે રાષ્ટ્રિય શિક્ષાનિતિ ૨૦૨૦ વિષયક સેમિનાર યોજાયો

તીર્થસ્થાન વડતાલ મંદિર

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ મંદિરમાં આજરોજ રવિસભા સાથે સાથે રાષ્ટ્રિય શિક્ષાનિતિ ૨૦૨૦ વિષયક સેમિનાર કેન્દ્રિય મંત્રીશ્રી દેવુસિંહજી ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો. ત્રણ ઉપકુલપતિઓ ઉપસ્થિત રહ્યા. વડતાલધામ ધર્મસ્થાનની પહેલ. ધર્મસભામાં શિક્ષાનિતિની પારદર્શક રજુઆતથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા.

જેઠ સુદ પૂનમના દિવસે કેસર જળથી અભિષેકના દર્શન થયા. ચંદનના વાઘા પૂર્ણ થયા. વડતાલગાદીના વર્તમાન પિઠાઘિપતિ આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી અને ડો સંત સ્વામીએ અનેક સેવા કાર્યો શરૂ કર્યા છે. એમા રવિસભા અગત્યની ભુમિકા નિભાવી રહી છે.

છેલ્લા ૭૭ મહિનાથી દર મહિનાના પ્રથમ રવિવારે વચનામૃતની કથા ડો સંત સ્વામી કરી રહ્યા છે

આજના રવિસભા મા સેમિનારના પ્રારંભમાં રેલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ રૂપે મહામંત્રીની ધુન સાથે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે કેન્દ્રિયમંત્રીશ્રી દેવુસિંહજી ચૌહાણ , ડો બળવંત જાની – કુલપતિ સાગર યુનિવર્સિટી , ડો જયેન્દ્રસિંહજી જાદવ – મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી , ડો ભરત જોષી – કુલપતિ ગુજરાત વિદ્યાપીઠ વગેરે સારસ્વતો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા. નવી શિક્ષા નિતિના માધ્યમથી નવા ભારતનું નિર્માણ થશે. કલા કૌશલ્ય અને સંસ્કારના વારસો જીવંત થશે. આ શિક્ષાક્ષેત્રે વિરાટ પરિવર્તન છે જડથી જોડાયેલ અને જગમાં પડછંદ સંભળાય , એવુ માળખું ગોઠવવા માટે મા. નરેન્દ્રભાઈ મોદી અને સારસ્વત શિક્ષાવિદોનો હું આભાર માનું છું , ઉપરોક્ત શબ્દો કેન્દ્રિય સંચાર મંત્રીશ્રી દેવુસિંહજી ચૌહાણે ઉચ્ચાર્યા હતા.

Other News : ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કુલ પ્રાથમિક શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ

Related posts

આણંદ જિલ્લાના જોળ ગામમાં સરકારી અનાજ વેચી મારવાનું કૌભાંડ ગ્રામજનોએ ઝડપી પાડ્યું

Charotar Sandesh

આણંદ : પાધરિયા વિસ્તારમાં સર્વે કરવા ગયેલ બે મહિલા કર્મચારીઓ ઉપર ટોળાએ કર્યો હુમલો…

Charotar Sandesh

જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા આણંદ-વિદ્યાનગરમાં ખાસ અભિયાન શરૂ : રૂા.૫૮૫૦નો દંડ વસૂલ કરાયો…

Charotar Sandesh