Charotar Sandesh
ગુજરાત

ગુજરાતના નાગરિકોને PMJAY યોજના અંતર્ગત ૧૦ લાખનું વીમા કવચ આ તારીખથી મળશે

PMJAY યોજના

ગુજરાત સરકારે લોકોના સ્વાસ્થ્ય માટે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે, જેમાં PMJAY મા યોજના અંતર્ગત ગુજરાતના નાગરિકોને આગામી ૧૧ જુલાઈ ૨૦૨૩થી આરોગ્ય વીમા સુરક્ષા પેટે રૂ. ૧૦ લાખ સુધીની રકમ મળવાપાત્ર રહેશે. આ યોજના અંતર્ગત રાજ્યના નાગરિકોને આગામી ૧૧ જુલાઈ ૨૦૨૩થી આરોગ્ય વીમા સુરક્ષા પેટે રૂ. ૧૦ લાખ સુધીની રકમ મળવાપાત્ર થશે.

રૂ.૫ લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ રાજ્યની ભાજપ સરકારે વધારીને રૂ. ૧૦ લાખ કરવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના ગરીબ અને મધ્યવર્ગીય પરિવારજનો માટે શરૂ કરેલી આયુષ્માન યોજના આજે દેશના અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. ત્યારે ગુજરાતમાં પણ વર્ષ ૨૦૧૮થી અત્યારસુધીમાં આ યોજના હેઠળ કુલ ૧.૭૮ કરોડ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે.

Other News : આજકાલ બાળકોને શા કારણે આવી રહ્યા છે હાર્ટ એટેક ? નિષ્ણાંતોએ કર્યો આ ખુલાસો

Related posts

ટ્રાફિક નિયમો મદ્દે જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી વિપક્ષ કંઈ નહીં કરી શકે : હાર્દિક પટેલ

Charotar Sandesh

શાળાઓમાં ઉનાળું વેકેશન એક સપ્તાહ લંબાવવાં શિક્ષણમંત્રીને રજૂઆત…

Charotar Sandesh

રાજકોટ સિવિલમાં દર્દી સાથે અમાનવીય વર્તનનો વીડિયો વાયરલ…

Charotar Sandesh