Charotar Sandesh
ઈન્ડિયા ગુજરાત ટિપ્સ અને કરામત

આજકાલ બાળકોને શા કારણે આવી રહ્યા છે હાર્ટ એટેક ? નિષ્ણાંતોએ કર્યો આ ખુલાસો

હાર્ટ એટેક

થોડા દિવસો અગાઉ તેલંગાણાના એક ગામમાં ૧૩ વર્ષની બાળકીનું પણ હૃદય હુમલા (heart attack) થી મોત થયેલ, આ ઘટનાઓએ બધાને ચિંતામાં મુકી દીધા છે

અત્યાર સુધીમાં માતા-પિતાને બાળ યુવાનોમાં હાર્ટ એટેક અંગે કોઈ જ ચિંતા નહોતી, પરંતુ હાલના સમયમાં આવા કિસ્સાઓ તેમને પણ પરેશાનીમાં મુકી રહ્યા છે, આમ થવા પાછળનું કારણ શું? તે નિષ્ણાતો પાસેથી જાણીએ કે બાળકોમાં હૃદય હુમલાનું જોખમ કેમ વધી રહ્યું છે.

કેટલાક નિષ્ણાતોના મતે કેટલાક બાળકો જન્મથી જ હાર્ટ એટેકનો શિકાર બને છે, જ્યારે માતા ગર્ભવતી બને છે, ત્યારે બાળકો જન્મજાત હૃદય રોગની ઝપટમાં આવતા હોય છે, બાળકોએ જીવનભર તેની સાથે જ જીવવું પડે છે

તંદુરસ્ત બાળકો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે, તેની પાછળ માતા-પિતાની બેદરકારી રહેલી હોવી જોઈએ, કારણ કે, બાળકોની સામે ધૂમ્રપાન, ખાવા-પીવામાં બેદરકારી, અસ્વસ્થ જીવનશૈલી, બાળકોને રમત-ગમત માટે ન મોકલવા, મોબાઈલનું દુષણ, અભ્યાસનું દબાણ જેવા અનેક કારણોથી હૃદય હુમલા થઈ શકે છે, આ કારણથી બાળકોમાં નાની ઉંમરથી જ બ્લડ પ્રેશર, સુગર અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ જોવા મળી રહી છે, જે માતા-પિતા માટે ચિંતાનો વિષય છે.

Other News : રાજ્યમાં મેઘરાજાના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલનું પૂર્વાનુમાન : જળબંબાકારની સ્થિતિ સર્જાશે

Related posts

રવિવારથી બદલી જશે બેન્કીંગ, ટ્રાફિક અને ટેકસના નિયમો…

Charotar Sandesh

અમિત શાહ અને મોદી દિવાળી ઉજવશે ગુજરાતમાં : મંત્રી મંડળમાં થઈ શકે છે મોટા ફેરફાર…

Charotar Sandesh

ડુંગળીનો રિટેલમાં ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.૧૦૦-૧૨૫ પહોંચે તેવી શક્યતા…

Charotar Sandesh