Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત દક્ષિણ ગુજરાત

ગુજરાતમાં આફતનો વરસાદ : બીજા રાઉન્ડમાં નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે તેવી સૌથી મોટી આગાહી

રાજ્યમાં ચોમાસું

રાજ્યમાં ચોમાસું જામ્યું છે, ત્યારે ચાર-પાંચ દિવસથી વરસાદે બ્રેક લીધો હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં અંબાલાલ પટેલે ફરી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી ૩૬ કલાકમાં ફરી એક વખત ધમાકેદાર વરસાદ માટે તૈયાર રહેવા જણાવી દીધું છે.

ગુજરાતમાં આગામી ૭થી ૧૫ જુલાઈ દરમિયાન સારો વરસાદ રહેશે, તા. ૧૧ અને ૧૨ જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે

તેમજ તા. ૧૮થી ૨૦ જુલાઈએ પણ મેઘરાજા વરસશે તેવી સંભાવના છે. ગુજરાતમાં ૨૫ જુલાઈથી ૮ ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ, આ સમયગાળા દરમિયાન ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે.

આ સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમા વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલ કહે છે કે, ગુજરાતના ભાગોમાં ચોમાસું ૧૦૧ ટકા જેવું રહેવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ૧૦૪% કે તેનાથી ઉપર જવાની શક્યતાઓ છે. તેમણે હિંદ મહાસાગરનું વાતાવરણ સાનુકૂળ રહેવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

Other News : ગુજરાતના નાગરિકોને PMJAY યોજના અંતર્ગત ૧૦ લાખનું વીમા કવચ આ તારીખથી મળશે

Related posts

સહકાર ક્ષેત્ર દેશના આર્થિક વિકાસનું ત્રીજુ મોડેલ છે : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ

Charotar Sandesh

આમ આદમી પાર્ટીના CMનો ચહેરો ઈસુદાન ગઢવી રહેશે : કેજરીવાલે કહ્યું હવે ગુજરાતમાં મોટું પરિવર્તન આવશે

Charotar Sandesh

મુખ્યમંત્રી કેજરીવાલ ૬ જૂને ગુજરાતની મુલાકાતે : અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં રેલી યોજશે

Charotar Sandesh