ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈ ત્રિપાંખિયો જંગ જામવાનો છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે આજે કોંગ્રેસે ઉમેદવારોની પાંચમી યાદી જાહે કરાઈ છે.
આણંદ બેઠક ઉપરથી કાંતિ સોઢા પરમારને રિપીટ કરાયા છે, સોજીત્રામાં પુનમભાઈ એમ. પરમાર, આંકલાવમાં અમીત ચાવડા રિપીટ, બોરસદમાં રાજેન્દ્રસિંહ પરમાર, મહુધા ઈન્દ્રજીતસિંહ પરમારને ટિકીટ ફાળવવામાં આવી છે
કોંગ્રેસે વધુ ૩૩ ઉમેદવારો જાહેર કરાયા છે, જેમાં જિગ્નેશ મેવાણીને વડગામ અને તુષાર ચૌધરીને ખેડબ્રહ્માથી ટિકિટ અપાઈ છે. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં ૧૪૨ ઉમેદવારો જાહેર કરાયા છે. કોંગ્રેસની છઠ્ઠી યાદીમાં બે મહિલા તેમજ બે મુસ્લિમ ઉમેદવારનો સમાવેશ કરાયો છે.
Other News : પેટલાદ બેઠક પર ભરતસિંહ સોલંકીને લઈને કોકડું ગુંચવાતા કોંગ્રેસ-ભાજપના નેતાઓ દ્વિધામા