વર્લ્ડ ચેમ્પિયન બનવાનું પાકિસ્તાનનું સ્વપ્ન રોળાયું
આજે મેલબોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટી-ર૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં પાકિસ્તાને ૧૩૮ રનનો ટારગેટ ઈંગ્લેન્ડને આપેલ હતો, જેને ઈંગ્લેન્ડના ધુરંધુરોએ ૧૮.૫ ઓવરમાં પ વિકેટે ચેઝ કરી ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી લીધી છે.
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધેલ, જેમાં પાકિસ્તાને શરૂઆત સારી કરી, પરંતુ આદિલ રાશિદના આઉટ થયા બાદ રન ઓછા થયા, જે બાદ માત્ર ૧૩૮ રનનો ટારગેટ બનાવી શકી હતી. જેને ઈંગ્લેન્ડે ૧૮.૫ ઓવરમાં તેને ચેઝ કરી જીત મેળવેલ છે.
Other News : ભાજપના હેમા માલિની, પરેશ રાવલ, મનોજ તિવારી સહિતના ૪૦ સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચાર ગજવશે