લાશ્કરોની કાયમી ભરતી ન કરવામાં આવે તો વિભાગ શોભાના ગાંઠિયા સમાન બનશે
Anand : આશરે ત્રણ વર્ષ પૂર્વે સુરતની શિલા આગજન્ય ઘટના બાદ સફાળી જાગેલ રાજ્ય સરકારે ફાયરવિભાગ (fire department) ને સક્ષમ બનાવવા કવાયત હાથ ધરી હતી. પરંતુ કાયમી ભરતી મુદ્દે છવાયેલ ઉદાસીનતા ના પગલે સરકાર દ્વારા આણંદ પાલિકાને જીલ્લાકક્ષાના અત્યાધુનિક રૂ. ૬.૩૦કરોડના ખર્ચે ફાયરસ્ટેશન (fire station) ની મંજૂરી તો આપી પણ શોભાના ગાંઠીયા બનશે તેવા સંદેશ વ્યક્ત કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજ્યમાં ફાયર વિભાગને સક્ષમ બનાવવા ત્રણ વર્ષ પૂર્વ સુરતની તક્ષશિલા આગ દુધટના બાદ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યા હતા. જેના પગલે ફાયરવિભાગમા કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
પરંતુ તે માત્ર કાગળ પર રહેવા પામી હોય તેમ આણંદ ફાયર વિભાગમા જ વર્ષોથી રોજમદાર તરીકે ફાયર ફાયટર્સની સેવા બજાવતા કર્મચારીઓ દ્વારા બબ્બે વખત પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ કરી છતાં આજદિન સુધી કાયમી ભરતી કરવામા ન આવતા આજે રાજ્ય સરકાર દ્વારા આણંદ ખાતે જીલ્લાકક્ષાનું ૩.૬.૩૦ કરોડના ખર્ચે ફાયર સ્ટેશન ઉભું કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી જે કાયમી ભરતી નહીં થાય તો શોભાનાગાઠીયા સમાન બનવા પામશે તેવા સંદેહ વ્યક્ત કરવામાં આવ્યા હતા.
Other News : આણંદ જિલ્લા સહિત ચરોતરમાં ૧૬ જેટલી ચોરીને અંજામ આપનારી ગેંગનો મુખ્ય સાગરીત ઝડપાયો