Charotar Sandesh
વર્લ્ડ

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યા : હુમલાખોરે કેમેરા જેવી ગનથી કર્યું ફાયરિંગ, ધરપકડ

શિન્ઝો આબે (Shinzo Abe)

શિન્ઝો આબેના નિધનને લઈ પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું : મારા પ્રિય મિત્ર આબેના નિધનથી હું સ્તબ્ધ છું, હું ગુજરાતનો સીએમ હતો ત્યારથી અમારી મિત્રતા હતી

હાલમાં જ જાપાન પ્રવાસ દરમ્યાન અમારી મુલાકાત થઈ હતી : વડાપ્રધાન મોદી

નારા : જાપાન દેશના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે (Shinzo Abe) પર હુમલો થતાં કેમેરા જેવી દેખાતી હેન્ડમેડ ગનથી ફાયરિંગ કરાયો હતો, જે બાદ બહાર આવેલા આ તસ્વીરથી આ બાબતે ખુલાસો થયેલ છે. આ હુમલાખોર શખ્સે હેન્ડમેડ ગનને એ રીતે ડિઝાઈન કરેલ હતી કે તે કેમેરા જેવી દેખાય, જેના કારણે તેણે બ્લેક ગન પર કાળી પોલીથીન લપેટી દીધેલ હતી. વાયરલ વીડિયોમાં એ વાત સ્પષ્ટ જણાય છે કે ૧૦૦થી ૧૫૦ મીટર દુરથી હુમલાખોરે ગોળી ચલાવેલ છે.

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે (Shinzo Abe) ના સન્માનમાં ૯મી જુલાઈએ ભારતમાં રાષ્ટ્રીય શોક યોજાશે

આ બાબતે હુમલાખોર ફોટો ખેંચવાને બહાને આબેની નજીક આવેલ, જે બાદ તેણે ફાયરિંગ કરેલ હતું. શિન્ઝો આબે (Shinzo Abe) ને પાછળથી બે ગોળી વાગેલ હતી. સ્થાનિક પોલીસે ઘટના સ્થળ પરથી ૪૨ વર્ષના હુમલાખોર શખ્સ યામાગામી તેત્સુયાની અટકાયત કરી છે, હાલ હુમલાખોરની સઘન પૂછપરછ કરાઈ રહી છે.

ભારતના ટાઈમ અનુસાર સવારે ૮ કલાકે (જાપાનના ટાઈમ મુજબ ૧૧.૩૦ કલાકે) શિન્ઝો આબે (Shinzo Abe) ભાષણ દરમ્યાન સભામાં ઉપસ્થિત રહેલ, હુમલાખોર શખ્સ પૈકી એકે પાછળથી ગોળીબાર કરેલ હતો. તેમને લોહીથી લથબથ હાલતમાં દવાખાને લઈ જવામાં આવેલ, જે બાદ ૬ કલાક પછી તેમણે અંતિમ શ્વાસ લીધેલ હતા.

Other News : દેશની સૌથી મોટી આ ક્વિઝ 75 દિવસ સુધી રાજ્યભરમાં યોજાશે : રપ કરોડથી વધુ રકમના ઇનામો

Related posts

અમેરિકાના ફલોરિડા, લુસીયાના અને મિસિસિપીમાં તોફાન-વરસાદ : એકનું મોત…

Charotar Sandesh

આ વિમાનનો ઉપયોગ નાના ઉપગ્રહોને અવકાશમાં લઇ જવા માટે થશે વિશ્વના સૌથી મોટા વિમાને ઉડાન ભરી, અંતરિક્ષમાં રોકેટ લઈ જવા સક્ષમ

Charotar Sandesh

વિશ્વની દરેક દસમી વ્યક્તિ કોરોનાગ્રસ્ત થઇ શકે છે : ડબલ્યુએચઓ

Charotar Sandesh