Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

દ્વારકાના ખંભાળિયા નજીકથી ૩૫૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું : NIAએ તપાસ શરૂ કરી

દેવભૂમિ દ્વારકા

જામનગર : દેવભૂમિ દ્વારકા વિસ્તારની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ માનવામાં આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિશાળ દરિયાઈ વિસ્તાર આવેલો છે, અને વિવિધ સુરક્ષા એજન્સીઓની નજર આ વિસ્તાર પર સતત રહેતી હોય છે, ત્યારે અગાઉ પણ દરિયાઈ માર્ગે કેટલીય વખત અહી ડ્રગ્ઝ સહિતના માદક દ્રવ્યોની હેરફેર સામે આવી ચુકી છે. મુન્દ્રા બંદરે થોડા દિવસો પહેલા અંદાજીત રૂપિયા ૨૧ હજાર કરોડથી વધુની કિંમતના ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો હતો. ટેલકમ પાવડરની આડમાં આ જથ્થો છુપાવાયો હોવાનું સામે આવ્યું હતું.

મુન્દ્રા પોર્ટ પર ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સે કાર્યવાહી હાથ ધરી હતી

જેમાં ૨ કન્ટેનરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ અંગે NIA તપાસ કરી રહી છે. ૨૧ હજાર કરોડના ડ્રગ્સ કેસ ઉપરાંત શંકાસ્પદ કન્ટેનરો અંગે પણ NIAએ તપાસ શરૂ કરી છે. NIA એ ૨૧ હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. આ કેસમાં NIA આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફીયાઓની સંડોવણી અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

આ કેસ અફઘાનિસ્તાનથી આવતા અર્ધ પ્રોસેસ્ડ ટેલ્કમ સ્ટોન્સના માલની આડમાં હેરોઈનની જપ્તી સાથે સંબંધિત છે, જે ઈરાનના અબ્બાસ બંદરેથી મુંદ્રા બંદરે પહોંચ્યું હતું. આ મામલાની શરૂઆતમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા તપાસ કરવામાં આવી હતી. બાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ કેસની તપાસ NIA ને સોંપી હતી.દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીકથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે.

ખંભાળિયા નજીકથી રૂપિયા ૩૫૦ કરોડનું ૬૬ કિલો ડ્રગ્સ સાથે રાજસ્થાની શખસની પોલીસે ધરપકડ કરી છે. ATS, LCB અને SOG ટીમે સંયુક્તરીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું. ગુજરાતના દરિયાઈ માર્ગ પરથી ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યુ હોઈ તેવું સામે આવ્યું છે.

પોલીસે ખંભાળિયા હાઈવે પર આરાધના ધામ પાસેથી એક શખસને ૩૫૦ કરોડની કિંમતનું ૬૬ કિલો ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં દેવભૂમિ દ્વારકા પોલીસને સફળતા મળી છે. પોલીસે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું છે તેની તપાસ હાથ ધરી છે. દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યુ હોવાની પોલીસે બાતમી મળી હતી.

Other News : તહેવારો પુરા થતાં રાજ્ય બહારથી પરત ફરતા લોકોનું પ્રવેશદ્વાર પર ટેસ્ટિંગ શરૂ

Related posts

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ કોરોના પોઝિટિવ…

Charotar Sandesh

ભારત બંધમાં ગુજરાતમાં ટાયરો સળગ્યા, મિશ્ર પ્રતિસાદ સાથે ખેડૂત સમર્થનમાં નારા લાગ્યા…

Charotar Sandesh

૧ વર્ષની બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી, દુષ્કર્મની આશંકા

Charotar Sandesh