ભારતભૂમિએ ૧૫ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્તિ મેળવી. પરંતુ ત્યાર પછી તેનું પોતાનું કોઇ બંધારણ હતું નહીં. તેથી ૨૯મી ઓગષ્ટ ૧૯૪૭ના રોજ ડૉ બાબાસાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં એક મુસદ્દા સમિતિની રચના કરવામાં આવી.આ સમિતિએ તૈયાર કરેલ મુસદ્દાને ૪થી નવેમ્બર ૧૯૪૭ના રોજ બંધારણસભા સમક્ષ રજૂ કરવામાં આવ્યો.
૨ વર્ષ ૧૧માસ દિવસ સુધી કેટલાય વિચાર વિમર્શ અને સુધારા વધારા પછી એક દસ્તાવેજ તૈયાર થયો. ૩૦૮ સભ્યોની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખિત આ દસ્તાવેજની બે નકલો પર હસ્તાક્ષર કર્યા. અને તેના બે દિવસ પછી ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે ભારતનું બંધારણ ભારતની ભુમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. અને રાજેન્દ્ર પ્રસાદ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા. અને આપણે તે દિવસને ગણતંત્ર દિવસ તરીકે મનાવ્યો.
અને ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે રાષ્ટ્રીય તહેવાર જાહેર થયો.. તેથી આપણે આ દિવસે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરીએ છીએ.
આજે…,
ચાલો લોકતંત્રનો સાચો.. અને, સંપૂર્ણ અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ.
લોકો દ્વારા.. લોકો માટે.. લોકો વડે.. રચાયેલા તંત્ર લોકતંત્રને દિલથી અનુભવી.. દિલથી અનુસરીએ..
સુપ્રભાત સાથે સાથે જયહિન્દ બોલીએ.. ધરતીમાતાને તથા આકાશ પિતાને પગે લાગીએ એમ એટલી વખત શુભકાર્ય કરતી વખત તિરંગાને પણ નમન કરીએ.
લોકતંત્રના વિશાળ પ્લેટફોર્મ પર રચાયેલ શિક્ષણના, આરોગ્યના, ન્યાયના અને નાણાંના તંત્રમાં પણ લોકતંત્રના ધબકારા સાંભળીએ.
ઉપર જણાવ્યાં એ ક્ષેત્ર/તંત્રમાં કોઇનું કંઈ અટકે કે અશુભ થાય તો લોકતંત્રનું પ્લેટફોર્મ લોકતાંત્રિક રહી શકે નહીં. કોઇ એક તંત્રનો ખાડો લોકતંત્રની સમગ્ર નૈયા ડૂબાડવા માટે પુરતો છે.
ભારતીય લોકતંત્રમાં ભારતના તમામ ધર્મો તથા ભાષાઓ-લોકબોલીઓ લોકતંત્રના આભૂષણો છે. ભારતીય ઇતિહાસના પુસ્તકો, ભારતીય સંસ્કૃતિ, ભારતીય મૂલ્યો.. અને ભારતીય લોકજીવન.. લોકતંત્રના હૃદયના ચાર ખાનાં છે.
રાષ્ટ્રપ્રેમ એ લોકતંત્રનું ખૂન છે. અને વચન પાલન, શહાદત, શૌર્ય એ રક્તના વિવિધ રક્ત કણો છે. નૈતિકતા એ આ રક્તમાં આવેલ લાલ કણ છે. વિવિધતામાં એકતા એ આપણા લોકતંત્રની કરોડરજ્જુ છે.
આપણો ખેડૂત અને આપણો સૈનિક.. આપણો શિક્ષક અને આપણો સફાઇ સેવક.. લોકતંત્રના રથના ચાર પૈડાં છે. ભાઈચારો, બિનસાંપ્રદાયિકતા અને બંધુતા આ રથની કેડીઓ છે. જે દરેકની મંઝિલ રાષ્ટ્રનો વિકાસ છે.
દૂનિયા ભલે જંગલ બને… મારાં ભારતનું ખેતર આબાદ રહેવું જોઈએ…
કેમકે… ભારતનું લોકતંત્ર સમગ્ર વિશ્વને પોષવાની ભાવનાનું શમણું લઇને રચાયેલ લોકતંત્ર છે.
જયહિંદ ૨૬/૧/૨૦૨૨
- ડૉ એકતા યુ ઠાકર
આચાર્યશ્રી બામણગામ કન્યાશાળા
બામણગામ,
તાલુકો-આંકલાવ, જિલ્લો-આણંદ.
Other Article : સ્ત્રીની સુંદરતા માણવી, જાણવી અને જીવવી એ ત્રણેય એકબીજાથી તદ્દન ભિન્ન ક્રિયાઓ છે ??