Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

હજી ગઈકાલે જ્યાં લાશોના ઢગલા હતા એ મોરબીની સરકારી હોસ્પિટલમાં રાતોરાત કલરકામ અને બેડ આવી ગયા

Civil Hospital

તંત્રની બેધારી નીતિ : પીએમ મોદી આજે મોરબીની હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાતે આવવાના હતા

મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા હોસ્પિટલનું રંગરોગાન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. Civil Hospitalને નવી બનાવવા કલર કરવામાં આવી રહ્યો છે. Civil Hospital માં એલ્યુમિનિયમ સેક્શનના નાનાં નાનાં રૂમ પણ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલના રંગરોગાન કાર્યના વીડિયો પણ સામે આવ્યા છે. આખી રાત Civil Hospital માં કામકાજ ચાલ્યું છે. રાતોરાત તમામ નવા ફ્રિજ, કૂલર અને તમામ બેડ નવા આવી ગયા છે. મોટાભાગના વોર્ડમાં ટાઈલ્સ પણ બદલાઈ ગઈ છે.

જોકે ગઈકાલે જે Morbi Civil Hospital માં ૧૦૦થી વધુ મૃતદેહો લાવવામાં આવ્યા હતા. ત્યારે એ જ સિવિલ હોસ્પિટલનું રાત્રે રંગરોગાન કાર્ય ચાલુ કરવામાં આવ્યું હતું, જેની માહિતી દિવ્ય ભાસ્કરના રિપોર્ટરને મળી હતી. એ બાદ તેઓ તપાસ કરવા ત્યાં પહોંચ્યા હતા. એ દરમિયાન સિવિલ હોસ્પિટલનું રંગરોગાન કામ ચાલી રહ્યું હતું. એની પૂછપરછ કરતા સમયે Civil Hospital બહાર હાજર પોલીસ દ્વારા તેમને ઊભા રહેવા દેવામાં આવ્યા ન હતા અને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યા હતા.

જોકે આ મામલે મોરબીના જિલ્લા કલેકટર B T પંડ્યાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો

મોરબી Civil Hospital ને નવી બનાવવા કલરકામ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલમાં તૂટેલાં પાણીનાં કૂલર હટાવી નવાં કૂલર મૂકવામાં આવ્યાં છે. ત્યારે હોસ્પિટલમાં તૂટેલાં બેડને દૂર કરી નવાં બેડ લાવવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ એલ્યુમિનિયમ સેક્શનના નાના નાના રૂમ બનાવવામાં આવી રહ્યા છે. Civil Hospital ની બિસ્માર હાલત હતી એ Civil Hospital ને નવી દેખાય એ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે PM ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે વડાપ્રધાન મોરબીની મુલાકાતે આવવાના હતાં અને અને મોરબી દુર્ઘટનાના પીડિતોની મુલાકાત કરવાના હતાં.

Other News : મોરબી પુલ દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ તારીખે સુનાવણી થશે

Related posts

નમામી દેવી નર્મદે : જેઠ સુદ એકમથી તા. ૩૦ સુધી ગંગા દહસેહરામાં નર્મદા સ્નાનનું અનેરું મહત્વ

Charotar Sandesh

સમયસર નહીં પહોંચનારા અધિકારીઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરાશે : રાજેન્દ્ર ત્રિવેદી

Charotar Sandesh

હવે મહારાષ્ટ્ર ભાજપે પોતાના ૧૦૫ ધારાસભ્યોને સાચવવા માટે તેઓને અમદાવાદમાં લાવવા પ્રયાસો હાથ ધર્યા, જુઓ વિગત

Charotar Sandesh