અત્યારથી જ ખેલૈયાઓએ ઝુંમવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે, અત્યારથી જ ગરબા માટેના ક્લાસીસ શરૂ થઈ ગયા છે
ગાંધીનગર : આ વર્ષે નવરાત્રી પર કોરોનાનું ગ્રહણ કદાચ નહીં લાગે, સરકાર મંજૂરીની મહોર લગાવી પણ શકે તેવી આશા છે અને આ માટે ખેલૈયાઓએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. નવરાત્રી આવી રહી છે અને ખેલૈયાઓ થનગનવા માટે તૈયાર છે સરકારે જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવને આપેલી મંજૂરી બાદ ગુજરાતનો સૌથી મોટો તહેવાર નવરાત્રી ની મંજૂરી મળે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.. જેને પગલે અત્યારથી જ ખેલૈયાઓએ ઝુંમવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે, અત્યારથી જ ગરબા માટેના ક્લાસીસ શરૂ થઈ ગયા છે. તેવામાં ખાસ ટ્રેડિશનલ કપડાં માટે અત્યારથી જ પડાપડી જોવા મળી રહી છે.
જ્યારે કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રિની ઉજવણી કરવામાં નહોતી આવી, પરંતુ આ વર્ષે સ્થિતિ થોડી હળવી થતા સોસાયટી અને ફાર્મ હાઉસમાં શેરી ગરબાની ગાઈડલાઈન જાહેર થવાની સાથે સાથે રાત્રિ કર્ફ્યૂમાં ઘટાડો થાય તો સિનેમા ઉદ્યોગ ફરી ધમધમતો થાય અને એ સાથે જ ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને પણ એવી આશા છે કે, તેમને પણ નવરાત્રિ દરમિયાન રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા માટે ૨ કલાકનો વધારાનો સમય આપવામાં આવે તેવી આશા સેવવામાં આવી રહી છે.
આ સ્થિતિમાં ગુજરાતની નવી સરકાર રાત્રિ કર્ફ્યૂમાં ઘટાડા સાથે નવરાત્રિમાં શેરી ગરબાના આયોજનો માટે નવી ગાઈડલાઈન સાથે આજે મહત્વનો નિર્ણય કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Other News : ગુજરાતને ઘમરોળશે મેઘરાજા : આ તારીખ સુધી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી