Charotar Sandesh
ગુજરાત

ગુજરાત પોલીસનું ટ્‌વીટર એકાઉન્ટ થયું હેક : ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્‌વીટ કરી માહિતી આપી

ગુજરાત પોલિસ (gujarat police)

ગાંધીનગર : ગુજરાત પોલિસ (gujarat police) નું ટ્‌વીટર એકાઉન્ટ (twitter account) હેક થયું હોવાની માહિતી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્‌વીટ કરીને જણાવેલ છે, તેમજ કોઈ માહિતી મેસેજ તેના પર ન મોકલવા સુચના કરાઈ છે, સાથે આ એકાઉન્ટ ઉપર કોઈ જ માહિતીઓ ન આપવા જણાવાયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હેકરે ગુજરાત પોલીસ (gujarat police) નું હેન્ડલનું નામ બદલીને એલન મસ્કનું નામ કર્યું છે. આ સાથે પ્રોફાઈલ તસ્વીર પણ અંતરિક્ષ યાનની મૂકી ચેન્જ કરાયું છે. જે અંગે હર્ષ સંઘવીએ માહિતી આપી લોકોને ચેતવ્યા છે.

ટેક્‌નીકલ ટીમે બે કલાકની જહેમત બાદ એકાઉન્ટ ફરીથી કાર્યરત કર્યું હતું

જે બાદ ટેક્‌નીકલ ટીમે ગુજરાત પોલિસ (gujarat police) ના એકાઉન્ટને રિપેર કરી બે કલાકની જહેમત બાદ એકાઉન્ટ ફરીથી કાર્યરત કર્યું હતું, જે અંગે પણ ગૃહ રાજ્યમંત્રીએ માહિતી આપેલ.

Other News : આણંદ નજીક એક્સપ્રેસ વે ઉપર કાર-ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા ત્રણ યુવકના મોત

Related posts

દિવાળીના પર્વમાં ઘરફોડ ચોરી, ચેન સ્નેચિંગને ધ્યાનમાં લઇ પોલીસનો એક્શન પ્લાન તૈયાર…

Charotar Sandesh

ગુજરાત વિધાનસભાનું શિયાળું સત્ર ૯ ડિસે.થી ત્રણ દિવસ માટે મળશે…

Charotar Sandesh

રાજ્યના શિક્ષકોની જીત : ૬૫ હજાર શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પે મળશે : પટેલની જાહેરાત…

Charotar Sandesh