વર્ષ ૨૦૨૫ સુધીમાં આણંદ સિવિલ હોસ્પિટલ દર્દીઓની સેવામાં કાર્યરત કરાશે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી
રાજ્ય સરકાર દ્વારા આ વર્ષની દિવાળી પહેલા આણંદ જિલ્લા સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે
આણંદ : જિલ્લામાં સરકારી સિવિલ હોસ્પિટલની સ્થિતિ અંગેના પ્રશ્નનો ઉત્તર આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ નિર્માણ માટે જમીન ફાળવણી કરવામાં આવી છે. હોસ્પિટલની કામગીરી શરૂ કરવા જમીન સમથળ બનાવવા માટે વેલ્યુએશન પણ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ વર્ષની દિવાળી પહેલા આણંદ જિલ્લા સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
વધુમાં જણાવ્યું હતું કે, જીલ્લા કક્ષાની નવી હોસ્પિટલ બનાવવા માર્ચ-૨૦૨૩માં ટેન્ડર બહાર પાડવાનુ આયોજન PIU ગાંધીનગર દ્રારા કરવામાં આવ્યું છે.. આ નવીન સિવિલ હોસ્પિટલ એલોપેથીની સારવાર માટે ૨૮૮ બેડ તથા આયુર્વેદીક સારવાર માટે ૫૦ બેડ સહિતની અતિ આધુનિક હોસ્પિટલ હશે.
વર્ષ ૨૦૨૫ સુધીમાં આણંદ સિવિલ હોસ્પિટલ દર્દીઓની સેવામાં કાર્યરત બનશે તેમ આરોગ્ય મંત્રી શ્રીએ ભારપૂર્વક જણાવ્યું છે..
આણંદ જીલ્લાના તમામ પ્રજાજનો વતી ગુજરાતના CM ભુપેન્દ્રભાઈ પટેલ નો અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈનો આણંદ ધારાસભ્યએ યોગેશ આર. પટેલ (બાપજી ) ખુબ ખુબ આભાર માન્યો છે.
Other News : ગુજરાતભરમાં આ તારીખે અચોક્કસ મુદ્દત સુધી CNGનું વેચાણ બંધ રહેશે : ડિલર્સનો નિર્ણય