આણંદ : રાજયની ગંગા સ્વરૂપા બહેનો આર્થિક રીતે સ્વાવલંબન બને તે હેતુસર કમિશનર મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજયની ગંગા સ્વરૂપા બહેનો માટે માસિક રૂા. ૧,૨૫૦/-ની આર્થિક સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજના અંતર્ગત આણંદની જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી દ્વારા આણંદ જિલ્લામાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી-૨૦૨૨ એમ બે મહિનામાં કુલ-૬૫,૬૭૨ ગંગા સ્વરૂપા બહેનો (વિધવા બહેનો) ને માસિક રૂા. ૧,૨૫૦/- લેખે તમામ લાભાર્થીઓને સહાયની રકમ રૂા. ૮,૨૦,૯૦,૦૦૦/- અને ૯,૦૭,૧૩,૭૫૦/- એરિયર્સ તરીકે જે આગળની સહાય મળવાની બાકી હોય તે સહિત આ તમામ ગંગા સ્વરૂપા બહેનોને ડી.બી.ટી. (ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર) મારફત સીધા તેમના ખાતામાં કુલ રૂા. ૧૭,૨૮,૦૩,૭૫૦/- સીધા જમા કરાવવામાં આવ્યું હોવાનું આણંદના મહિલા અને બાળ વિકાસ અધિકારીએ એક યાદી દ્વારા જણાવ્યું છે.
Other News : ધ ગ્રેટ ખલી તરીકે મશહૂર દિલીપ રાણા ભાજપમાં જોડાયા : WWE રેસલિંગ બાદ રાજનીતિમાં ઝૂકાવ્યું