આણંદ : આજરોજ નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી આણંદ દ્વારા નશાબંધી પ્રચાર સપ્તાહ ૨૦૨૧ ઉદ્ઘાટન સમારોહની ઉજવણી વેટરીનરી કોલેજ અને કામધેનુ યુનિવર્સિટી, આણંદ ખાતે કરવામાં આવી જેમાં માન સંસદ સભ્ય શ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી એમ.વાય.દક્ષિણી સાહેબ, કામધેનુ યુનિવર્સિટી ના કુલપતિ શ્રી ડૉ એન.એચ કેલાવાલા, માન જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જી.પ્રજાપતિ સાહેબ, વેટરીનરી કોલેજ ડીન અને પ્રિન્સિપાલ શ્રી એમ.એન બ્રહ્નભટ્ટ નશાબંધી અને આબકારી અધિક્ષક, આણંદ શ્રી એચ.જી.મસાણી, પ્રજાપિતા બ્રહ્માકુમારિઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય નાશ્રી ગીતાદીદી, તથા નશાબંધી નિયોજક શ્રી ગીતાબેન સોલંકી હાજર રહયા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રાર્થનાથી કરી, નશાબંઘી અને આબકારી અધિક્ષકે નશાબંધી સપ્તાહ દરમિયાન ઉજવવામાં આવનાર કાર્યક્રમ ની રૂપરેખા આપી તથા ઉપસ્થિત તમામને જુદા જુદા વ્યસનોની આડ અસરો વિશે જાણ કરી વ્યસનોથી મુક્ત બનવા હાંકલ કરી તેમજ વિદ્યાર્થીઓ ને સામાજિક જવાબદારી ના ભાગરૂપે સમાજના છેવાડાના માનવી સુધી પહોંચી વ્યસનમુક્તિ નો સંદેશો ફેલાવવા અપીલ કરી.
ત્યારબાદ શ્રી એમ.એન.બ્રહ્મભટ્ટ સાહેબે ઉપસ્થિત તમામ મહેમાનોનો પરિચય તથા શાબ્દિક સ્વાગત કર્યું,કુલપતિ શ્રી એન.એચ.કેલાવાલા સાહેબે વ્યસનોથી થતી આર્થિક, સામાજિક, માનસિક પાયમાલી વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા તથા નૈતિક મૂલ્યોની જાળવણી કરવા તેમજ યુનિવર્સિટીમા કાર્ય કરતા અંતિમ વ્યક્તિ સુધી પહોંચી તેઓને વ્યસનની ગર્તામાંથી બહાર કાઢી પ્રગતિના પંથે મોકલવા એનએસએસ ના વિદ્યાર્થીઓને અપીલ કરી,તથા નશામુક્ત કેમ્પસ બનાવવાની દિશામાં પ્રયત્નો કરવા પર ભાર મુક્યો, બ્રહ્માકુમારિઝ ના શ્રી ગીતાદીદી એ આધ્યાત્મિક રસ્તો અપનાવી અને તાણમુક્ત બનવા પર ભાર મુક્યો તથા વ્યસનથી યોગ દ્વારા કેવી રીતે મુક્ત બની શકાય તે બાબત પર પ્રકાશ પાડ્યો,માન. જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જી.પ્રજાપતિ સાહેબે રાજ્ય સરકાર આર્થિક ખોટ સહન કરીને પણ નશાબંધીને પ્રાધાન્ય આપી મૂલ્યોને સમર્થન કરે છે તે બાબત પર ભાર મુક્યો, માન કલેક્ટર શ્રી એમ.વાય. દક્ષિણી સાહેબે નશાથી વ્યક્તિ પોતાના સામાજિક અને પારિવારિક દાયિત્વ પ્રત્યે બેદરકાર બને છે અને તેની આવડતમાં ઉણપ આવે છે તે બાબત પર પ્રકાશ પાડ્યો તથા નશામુકિત માત્ર કડક કાયદાથી અમલી ન બને પરંતુ તેને સામાજિક જવાબદારી તરીકે વહન કરવા ઉપસ્થિત તમામને અપીલ કરી,માન સંસદ સભ્ય શ્રી મિતેષભાઈ પટેલે નશાથી કેન્સર જેવા ગંભીર રોગના ભોગ બનવાથી પરિવાર પર થતી અસર વિશે જીવંત ઉદાહરણ દ્વારા સમાજ આપી, તથા સરકાર નશાબંધી નીતિને જાળવી રાખવા તથા તંદુરસ્ત સમાજ માટે કટિબદ્ધ છે તે બાબત પર ભાર મુક્યો.
ત્યારબાદ વિદ્યાર્થીઓએ આ પ્રસંગે આયોજીત વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ વ્યસનમુક્તિ મુક્તિ અંગે પોતાના વિચારો સુંદર રીતે રજૂ કર્યા, ત્યારબાદ ઉત્તમ વકતાઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા તથા કે.એ.સાદરિયા દ્વારા આભારવિધિ કર્યા બાદ નશાબંધી નિયોજક શ્રી ગીતાબેન સોલંકીએ ઉપસ્થિત તમામને વ્યસનમુક્તિ ના શપથ લેવરાવી રાષ્ટ્રગીત ગાન કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો.
- Ketul Patel, Anand
Other News : આણંદની લજ્જા શૂટીંગ એકેડેમીના સાત વિદ્યાર્થીઓ રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતનિધિત્વ કરશે