વડતાલ : વડતાલ ધામમાં શ્રીહરિએ બાંધેલા કાર્તિકી સમૈયાનો સંતો-મહંતો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં શનિવારથી પ્રારંભ થયો છે. શનિવારે સવારે વડતાલ જ્ઞાનબાગ ખાતે માણકીઘોડી પર અસવાર શ્રીજી મહારાજના પૂજન સાથે પોથીયાત્રાનો બેન્ડવાજાની સૂરાવલી સાથે પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સંતો શણગારેલા ટ્રેક્ટરોમાં બિરાજ્યા હતાં.
જ્ઞાનબાગ ખાતે સ્વાગત પ્રવચનમાં કોઠારી ડો. સંત સ્વામીએ ઉપસ્થિત હરિભક્તોને જ્ઞાનબાગની પવિત્ર ભૂમિનો મહિમા વર્ણવ્યો હતો
જેમાં કાર્તિકી સમૈયાના બુવા ગામના અને હાલ બોસ્ટન (યુ.એસ.એ.) રહેતા મુકુંદભાઈ પટેલ પરિવાર આજે ધન્ય થયો છે. આ શોભાયાત્રા વડતાલના રાજમાર્ગો પર ફરી મંદિરમાં આવતા ઠાકોરજી અને પૌથીજીનું પૂજન કરવામાં આવ્યું હતું. જ્ઞાનજીવનદાસજી સ્વામી, શા.ધર્મપ્રસાદદાસજી, બાલકૃષ્ણ સ્વામી, શુકદેવ સ્વામી(નાર), શાસ્ત્રી સૂર્યપ્રકાશદાસજી, બ્રહ્મચારી પ્રભુતાનંદજી, પાર્ષદ લાલજીભગત (જ્ઞાનબાગ) વગેરેના હસ્તે કાર્તિકી સમૈયા સમારંભનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યજમાન મુકુંદભાઈ પટેલ તથા પરિવારના સભ્યોએ પોથીજી અને વક્તાશ્રીનું પૂજન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંદિરનાં કોઠારી ડો. સંત સ્વામીએ કર્યું હતું. સમગ્ર પોથીયાત્રાની વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામીએ કરી હતી. આ પ્રસંગે સંપ્રદાયના સંતો-મહંતો અને હરિભક્તોએ કથા શ્રવણનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
Related News : સ્વામિનારાયણ સંપ્રદાયના પાયામાં સાચા સંતોનું યોગદાન છે, સંતો મોક્ષદ્વાર છે : પૂ. જ્ઞાનજીવન સ્વામી