Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ખેડા જિલ્લા કોંગ્રેસ પરિવારે મહાત્મા ગાંધીજી ને સુતર ની આંટી પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા 

કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ

દિવસને આંતર રાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે.

બીજી ઓક્ટોબર એટલે  મહાત્મા ગાંધી જીનો જન્મદિન  ના રોજ ઉજવવામાં આવતી વાર્ષિક ઉજવણી છે. આ દિવસને આંતર રાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. વસ્તુત: ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ એમને માટે વૈશ્વિક સ્તરે આદર-સન્માન વ્યક્ત કરવા માટે  સમગ્ર દેશ અને વિદેશમાં ઉજવવામાં આવે છે. 

જે નિમિત્તે આજ રોજ ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં સરદાર સાહેબના ઘર પાસે આવેલ ગાંધીજીની પ્રતિમા તથા સરદાર પટેલ ભુવન પાસે આવેલ ગાંધીજીની પ્રતિમા પર ખેડા જિલ્લા પ્રમુખ ચંદ્રશેખરસિંહજી ડાભી, તાલુકાના પ્રમુખ પરબતસિંહજી, નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ, મહામંત્રી એસ કે બારોટ, ઓરો મૈત્રાલ ,જીતુભાઈ રાજ, હિમાની બેન પંચાલ, ઉપપ્રમુખ વૈભવસિંહ , સંગઠન મંત્રી ભાવિકભાઈ નડિયાદ નગરપાલિકાના કાઉન્સિલર ગોકુળભાઈ પૂર્વ પ્રમુખ નરેશભાઈ બ્રહ્મભટ્ટ પૂર્વ કાઉન્સિલરભાઈ ભરતભાઈ દેસાઈ નડિયાદ આઈટી સેલ ની ટીમ તથા મોટી સંખ્યામાં કાર્યકર મિત્રોએ ભેગા થઈ રાષ્ટ્રપિતાને પુષ્પ અર્પણ કર્યા.

other news : કલેકટર કે.એલ. બચાણીએ પૂજય બાપુને યાદ કરી સુતરની આટી પહેરાવી ભાવ સભર વંદન કરી પુષ્પાંજલિ થકી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા

Related posts

દિવાળી વેકેશન : ૨૪ ઓક્ટોબરથી ૧૩ નવેમ્બર સુધી શાળામાં રજા…

Charotar Sandesh

નડિયાદનો સીઆરપીએફ જવાન શ્રીનગરમાં શહીદ, અંતિમ વિદાયમાં ગામ હિબકે ચઢ્યું…

Charotar Sandesh

આંકલાવ વિધાનસભા વિસ્તારના સસ્તા અનાજની દુકાનો પર નિરીક્ષણ કરતાં ધારાસભ્ય અમિત ચાવડા…

Charotar Sandesh