Charotar Sandesh
ક્રાઈમ ગુજરાત

ફોર વ્હીલ વાહનોના કાચ તોડી કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતી ગેંગના આરોપીને દબોચતી એલ.સી.બી. ઝોન-૧

વાહનોના કાચ તોડી

LCB ઝોન-૧ પોલીસે ૨૦ થી વધારે ગુનાઓનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ : શહેર વિસ્તારમા જાહેર રોડ, ખુલ્લા પાર્કીંગ પ્લોટ, સોસાયટી/કોમ્પલેક્ષ બહાર પાર્ક કરેલ ફોર વ્હીલ વાહનના કાચ તોડી વાહનમા રહેલ કિંમતી ચીજ વસ્તુઓની ચોરી થવાના બનાવો વધવા પામેલ હોય અને છેલ્લા એક વર્ષમા કાચ તોડી ચોરી કરતી ગેંગ તરખાટ મચાવેલ હોય આ પ્રકારની ચોરીના બનાવો બનતા અટકાવવા સારૂ તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ પોલીસ કમિશ્નરશ્રી જી.એસ. મલિક ના હુકમથી અધિક પોલીસ કમિ. સેકટર-૧ ચીરાગ કોરડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧, ડૉ. લવીના સિન્હા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-૧ પો.સબ.ઈન્સ. એચ.એચ.જાડેજા નાઓની સુચનાથી એલ.સી.બી. પોલીસ સ્ટાફના કર્મચારીઓની જુદી જુદી ટીમ બનાવી અમદાવાદ શહેર વિસ્તારમા કાચ તોડીને થયેલ ચોરીના બનાવોની માહિતી એકઠી કરી હ્યુમન અને ટેકનીકલ સોર્સીસની મદદથી વાહનના કાચ તોડી ચોરી કરી તરખાટ મચાવનાર ગેંગના ઇસમોને શોધવા સારૂ કાર્યરત હતા.

દરમિયાન એલ.સી.બી. ઝોન-૧ સ્ટાફના અ.હે.કો. અરવિંદભાઈ ડાહ્યાભાઈ તથા અ.પો.કો. ગંગારામભાઈ રૂપસીભાઈ તથા ગુજરાય યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના અ.પો.કો. શક્તીસિંહ મહેન્દ્રસિંહ તથા અ.પો.કો. રવીભાઇ બાબુભાઇ નાઓના ખાનગી બાતમીદારો મારફતે મળેલ સંયુક્ત ખાનગી બાતમી હકીકત આધારે કાચ તોડી ચોરી કરનાર ગેંગના બે ઇસમોને ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ગુજરાત યુનિવર્સીટી, વસત્રાપુર, ચાંદખેડા પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ વિસથી વધારે ગુનાઓનો ભેદ ઉકેલી સારી અને પ્રશંસનીય કામગીરી કરવામા આવેલ છે.

પકડાયેલ ઇસમનુ નામ સરનામા :- (૧) આકાશ હનુમંત ગાયકવાડ (૨) શંકેર હનુમંત ગાયકવાડ બન્ને રહેવાસી- ઘર નં-૦૪, પાર્વતીનગર, બચુભાઇ ચોકડી, વટવા, અમદાવાદ શહેર તથા ગાંધીવાડી, ઉંમરગામ વલસાડ મુળ રહેવાસી વિજયવાડા, આંધપ્રદેશ

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ :- સોના ચાંદીના ઘરેણા કિં.રૂ.૬,૭૬,૮૧૩/- તથા રોકડ રકમ, રૂ. ૨,૨૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૮ કિં.રૂ.૩૨૫૦૦/- તથા લીલા કલરનો નંગ કિં.રૂ.૪૦૦૦/- તથા અમેરીકન ડોલર -૩૯ કિં.રૂ.૩૦૦૦/- પાવર બેન્ક કિં.રૂ. ૫૦૦/-મળી કુલ્લે રૂ.૯,૪૧,૮૧૩/- ની મતાનો મુદ્દામાલ કબજે કરવામા આવેલ છે.

ગુન્હાની એમ.ઓ. :- પકડાયેલ ઇસમો જાહેર રોડ, ખુલ્લા પાર્કીંગ પ્લોટ, સોસાયટી/કોમ્પલેક્ષ બહાર પાર્ક કરેલ ફોર વ્હીલ વાહનના કાચ તોડી વાહનમા રહેલ કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરવાની એમ.ઓ. વાળા છે.

Other News : અયોધ્યા રામ મંદિરના લાઈવ દર્શન નામે છેતરપિંડી : વોટ્‌સએપ પર આ લિંક આવે તો થઈ જાઓ સાવધાન

Related posts

પાટિલના ગામમાં બળવો : ૫૦ પેજ પ્રમુખ આપમાં, રાજકોટમાં ૨૦૦ કોંગ્રેસમાં જોડાયા…

Charotar Sandesh

ગુજરાત બોર્ડ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું ૩૫.૬૧ ટકા પરિણામ જાહેર…

Charotar Sandesh

કેન્દ્રની ૧૯ ટીમોએ દવા છંટકાવ શરૂ કર્યું : ખેતરોમાં તીડોના ઢગલા…

Charotar Sandesh