Charotar Sandesh
ઈન્ડિયા

અયોધ્યા રામ મંદિરના લાઈવ દર્શન નામે છેતરપિંડી : વોટ્‌સએપ પર આ લિંક આવે તો થઈ જાઓ સાવધાન

અયોધ્યા રામ મંદિર

Ayodhya : અયોધ્યામાં નવા બનેલા મંદિરમાં પોતાના રામ લલ્લા ને બેઠેલા જોવા માટે લોકો ઉત્સાહિત છે. આવી સ્થિતિમાં જે લોકો અયોધ્યા જઈ શકતા નથી અને ઘરે બેસીને તેમના ફોન અને ટીવી પર અયોધ્યામાં થઈ રહેલા ભવ્ય અને દિવ્ય કાર્યક્રમને જોવા માગે છે. હવે લોકોની આ શ્રદ્ધાનો લાભ સાયબર ગઠિયાઓ લઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, ગૃહ મંત્રાલયે એક એડવાઈઝરી (advisory) જાહેર કરીને કહ્યું છે કે જો તમારા મોબાઈલ પર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની લાઈવ સ્ટ્રીમિંગ (ayodhya ram mandir pran pratishta programe live streaming) લિંક આવી રહી છે તો સાવધાન થઈ જાઓ. સાયબર ગુનેગારો તમારું એકાઉન્ટ ખાલી કરી શકે છે. આવી કોઈ લિંક ખોલશો નહીં. ગૃહ મંત્રાલયની સાયબર વિંગે આ અંગે ઍલર્ટ જાહેર કર્યું છે.

યોધ્યામાં ગૃહ મંત્રાલયના સાયબર વિંગના કંટ્રોલ રૂમને આવી ઘણી નકલી લિંક્સ વિશે જાણવા મળ્યું છે, જ્યાં સાયબર ગુનેગારો વોટ્‌સએપ પર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની લાઇવ સ્ટ્રીમિંગ (live streaming link) લિંક્સ મોકલી રહ્યા છે. આ લિંક ખોલતાની સાથે જ મોબાઈલમાંથી ડેટા ચોરાઇ જાય છે અથવા તો બેન્ક ખાતું ખાલી થઈ જાય છે.

એક પોલીસ અધિકારીએ ચેતવણી આપી કે ભાગ્યે જ કોઈ ધાર્મિક સંસ્થા અથવા અન્ય સંસ્થા છે જે આ રીતે પ્રસાદનું વિતરણ કરતી હોય. જો કોઈને આવા સંદેશા મળે છે, તો કૃપા કરીને તેને અવગણો અને કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં. પોલીસે લોકોને નેશનલ સાયબર હેલ્પલાઈન (૧૯૩૦) અથવા વેબસાઈટ cybercrime.gov.in દ્વારા આવી ઘટનાઓની તાત્કાલિક જાણ કરવા વિનંતી કરી છે.

Other News : આજે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ : આ ૮૪ સેકન્ડના શુભ મુહૂર્તમાં જીવનનો અભિષેક

Related posts

દેશમાં ૧૮ દિવસનું લાગશે લોકડાઉન? પીઆઇબીએ કહ્યું, વાયરલ મેસેજ ફેક છે…

Charotar Sandesh

શોપિયામાં એન્કાઉન્ટર : સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા…

Charotar Sandesh

RILનો શેર ૧ કલાકમાં ૬% તૂટ્યો, માર્કેટ કેપ ૭૦ હજાર કરોડ રૂપિયા ઘટી…

Charotar Sandesh