ચૂંટણી પરિણામ 2024 ની આતુરતનો અંત આવી ગયો છે. સવારે 8 વાગ્યાથી જ મતગણતરી શરૂ થઇ ગઇ છે. લોકસભા ચૂંટણી 2024 માટે વોટોની ગણતરી શરૂ થઇ બે કલાકથી વધુ સમય થઇ ગયો છે. અત્યાર સુધી આવેલા પરિણામોમાં NDAને ભલે બઢત મળી રહી છે, પરંતુ વિપક્ષની સેન્ચુરી લાગી ગઇ છે.
ગુજરાતમાં ગત ૭ મે ના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાયું હતું, ત્યારે આજે ૪ જૂનના રોજ મતગણતરીની પ્રક્રિયા શરૂ છે, ત્યારે એક પછી એક અપડેટ સામે આવી રહ્યા છે. આ સાથે આણંદ, બનાસકાંઠા, ભરૂચ, પાટણ, સુરેન્દ્રનગર અને અમરેલી બેઠક ઉપર ચોંકાવનારા પરિણામ આવી શકે છે.
સવારે ૧૨.૩૦ સુધીના અપડેટ જોઈએ તો…
ગુજરાતના ૨૫ પૈકી ૨ સીટો ઉપર કોંગ્રેસ આગળ
- ગાંધીનગર બેઠક ઉપર અમિત શાહ ૪,૩૦,૭૬૬ મતથી આગળ
- રાજકોટમાં ભાજપના પરશોત્તમ રૂપાલા ૩,૧૬,૯૮૪ મતથી આગળ
- જામનગર બેઠક ઉપર પૂનમ માડમ ૧,૬૨,૮૬૨ મતોથી પાછળ
- વડોદરા બેઠક ઉપર હેમાંગ જોષી ૩,૫૮,૩૫૭ મતોથી આગળ
- આણંદથી ભાજપના મિતેશ પટેલ ૫૪,૬૩૧ મતોથી આગળ ચાલી રહ્યા છે
- ખેડાથી દેવુસિંહ ચૌહાણ ૨,૫૨,૦૩૫ મતોથી આગળ છે
- પોરબંદરથી મનસુખ માંડવિયા ૩,૩૪,૧૧૧ મતોથી આગળ ચાલી રહ્યા છે
- ખંભાત વિધાનસભા પેટાચુંટણી બેઠક ઉપરથી ભાજપ આગળ
- નવસારી બેઠક ઉપર સી.આર.પાટીલ ૪,૨૮,૭૬૫ મતોથી આગળ
- કચ્છ બેઠક પર વિનોદ ચાવડા આગળ
- બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોર ૧૯૯૧ મતોથી આગળ
- જૂનાગળથી ભાજપ આગળ
- પાટણથી કોંગ્રેસ ૭૪૧૫ મતોથી આગળ
- વલસાડથી ભાજપ આગળ
- સુરેન્દ્રનગરથી ભાજપ આગળ
- ભરૂચથી ભાજપ આગળ
- પંચમહાલથી ભાજપ આગળ
- દાહોદથી ભાજપ આગળ
- અમદાવાદ ઈસ્ટ-વેસ્ટથી ભાજપ આગળ
- અમરેલીથી ભાજપ આગળ
- છોટા ઉદેપુરથી ભાજપ આગળ