Charotar Sandesh
ગુજરાત

ભારે રસાકસી વચ્ચે ગુજરાત લોકસભા ચૂંટણીનું પરીણામ જાહેર : ભાજપે ૨૫ બેઠક તેમજ કોંગ્રેસે ૧ બેઠકે જીત

ગુજરાત લોકસભા ચૂંટણી

બનાસની બેને કોંગ્રેસની લાજ રાખી ! ૧૦ વર્ષ પછી કોંગ્રેસનું ખાતું ખૂલ્યું, બનાસકાંઠામાં ગેનીબેનની જીત

સીઆર પાટીલથી આગળ ભાજપના રાષ્ટ્રીય ગૃહમંત્રીએ પાર કરી ૫ લાખ મતોની લીડ

ગત ૧૬ માર્ચે લોકસભા ચૂંટણી જાહેર થઈ અને ત્યારથી લઈ અત્યાર સુધીમાં આ ચૂંટણી અનેક રીતે યાદગાર બની છે. જો કે આ ૮૦ દિવસો દરમિયાન અનેક રાજકીય ઉતાર ચડાવ આવ્યા છે. ગુજરાતમાં ૭મે, ૨૦૨૪ રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાયું હતું અને ત્યારથી લઈ પરિણામો અંગે મતદારોમાં ઉત્તેજના હતી. હાલ ૨૫ સીટની મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. સુરત સીટ પર ભાજપના મુકેશ દલાલ બિનહરિફ જાહેર થઈ ચૂક્યા છે. જ્યારે બાકીની ૨૫ સીટમાંથી બનાસકાંઠા સીટ પર ગેનીબેનની જીત થઈ છે. આમ ભાજપને ૨૫ સીટ મળી છે.

કોંગ્રેસનો ગુજરાતની લોકસભામાં આખરે સંઘર્ષ ઓછો થયો છે. બનાસની બેન ગેનીબેન ઠાકોરે જંગી જીત સાથે કોંગ્રેસને સંન્યાસમાંથી મુક્તિ અપાવી છે. બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે. આ સાથેજ ગુજરાતમાં ક્લીન સ્વીપનું ભાજપનું સપનું રોળાયું છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એકમાત્ર બેઠક પર જીત મળી છે, અને આ જીત ગેનીબેન ઠાકોરે અપાવી છે. ગેનીબેને ભાજપનું હેટ્રિકનું સપનું તોડ્યું છે. ગુજરાતમાં બનાસકાંઠામાં કોંગ્રેસે ખાતુ ખોલ્યું. કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ૨૦ હજારથી વધુની મત સાથે જીત મેળવી લીધી છે.

Related posts

PM મોદી ગાંધીનગરના રાયસણ ખાતે માતા હીરાબાને મળ્યા : આજે કચ્છ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે

Charotar Sandesh

કોંગ્રેસ નેતા અમિત ચાવડાનો ટોણો, કહ્યું- ભાજપને ભાઈના બદલે મળ્યા ‘ભાઉ’…

Charotar Sandesh

સી. આર. પાટિલના નિર્ણય બાદ અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહ નારાજ…

Charotar Sandesh