ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેમજ નાગરિકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવાનું સુચવતા જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી
આણંદ : જિલ્લા કલેકટર (Collector) શ્રી મનોજ દક્ષિણીએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ચોમાસાની ઋતુ દરમિયાન શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેમજ નાગરિકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા સંબંધિત અધિકારીઓને સુચવ્યું.
આજે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સુન એકશન પ્લાનની જિલ્લા કલેકટર (Collector) શ્રી મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમીક્ષા બેઠકમાં શ્રી દક્ષિણીએ જે સ્થળોએ વોટર લોગીંગના પ્રશ્નો રહેતા હોય તેવા સ્થળોની સ્થળ મુલાકાત લઇ વોટર લોગીંગના પ્રશ્નો ન રહે અને ગટર-કાંસની સાફ-સફાઇ સમયસર થઇ જાય તે માટે તકેદારીના તમામ પગલાં ભરવા
સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
(Collector) શ્રી દક્ષિણીએ કાંસની યોગ્ય સાફ-સફાઇ કરવાની સાથે ખાસ કરીને આણંદ, બાકરોલ, વિદ્યાનગર, આંકલાવ, ગામડી જેવા શહેરી-ગ્રામ્યના જે વિસ્તારોમાં ભૂતકાળમાં પાણી ભરાવાના પ્રશ્નો રહેતા હોય તે વિસ્તારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી મુશ્કેલીઓ ન પડે તેવું આગોતરૂં આયોજન કરવાની સાથે કચરાનો પણ યોગ્ય નિકાલ થાય તે જોવા સુચવ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી કેતકી વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જી. વી. દેસાઇ, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, મામલતદાશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Other News : સાંસદ મિતેષભાઈ પટેલ અમેરિકાના સફળ પ્રવાસ બાદ આણંદ પરત ફરતા અગ્રણી આગેવાનોએ સ્વાગત કર્યું