Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં હર ઘર ત્રિરંગા અંતર્ગત ૪.૩૦ લાખથી વધુ મકાનો પર રાષ્ટ્રધ્વજ ફરકાવાશે, જુઓ વિગત

હર ઘર ત્રિરંગા

આણંદ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં ‘‘હર ઘર ત્રિરંગા’’ (har ghar tiranga )કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ‘હર ઘર ત્રિરંગા’ કાર્યક્રમના આયોજન અર્થે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીના ઉપસ્થિતમાં જિલ્લાની તમામ નગરપાલિકાઓ-જિલ્લા, તાલુકા પંચાયતના પ્રમુખ અને પદાધિકારીઓની બેઠક મળેલ હતી.

તમામ ઘરો સહિત, દુકાનો, સરકાર, અર્ધસરકારી કચેરીઓ સહિત ખાનગી કચેરીઓ, આંગણવાડી, શાળાઓ, કોલેજો, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ સહિત તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને નાગરિકોમાં અને ખાસ કરીને આજની યુવા પેઢી રાષ્ટ્રની આઝાદીની ચળવળથી વાકેફ થાય અને તેમનામાં વધુ દેશદાઝની ભાવના વધુ પ્રબળ બને તે માટેના કાર્યમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.

શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમા ૪.૩૦ લાખથી વધુ ઘર – મકાનો પર ત્રિરંગો લહેરાશે

તા. રજી ઓગસ્ટના રોજ સવારના ૮ કલાકે કરમસદ સરદાર પટેલ મેમોરિયલ હોલથી આણંદ ટાઉન હોલ સુધી હર ઘર ત્રિરંગા કાર્યક્રમ અંતર્ગત યોજાનાર સાયકલોથોનમાં આણંદ શહેર સહિત જિલ્લાના નાગરિકોને જોડાવા અપીલ કરવામાં આવેલ હતી.

આણંદ જિલ્લામાં હર ઘર ત્રિરંગા કાર્યક્રમના માધ્યમથી દેશનું ગૌરવ-દેશનું અભિમાન-ત્રિરંગો હર ઘરની શાન બને તે માટે જિલ્લા કલેકટરે નાગરિકોને પોતાના ઘર – મકાનો પર આગામી તા.૧૩ થી ૧૫ સુધી રાષ્ટ્રધ્વજને લહેરાવીને રાષ્ટ્ર ભાવનાને વધુ પ્રબળ બનાવવાની અપીલ કરી છે.

Other News : આણંદ ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ કાર્યક્રમ યોજાયો

Related posts

આણંદના કરમસદ ખાતે ચાર જિલ્લાના ખેડૂતોના સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

Charotar Sandesh

વડોદરા પૂર રેસ્ક્યૂ : રહેણાંક વિસ્તારોમાંથી ૧૮ મગર, ૩ કાચબા, ૨૭ સાપ ઝડપાયા…

Charotar Sandesh

મધ્ય ગુજરાતના પાટીદાર સમાજની આત્મચિંતન શિબિર યોજાઇ : લવ જેહાદ, વ્યસન અને પાટીદાર સમાજમાં જેન્ડર રેશિયો અંગે ચર્ચા

Charotar Sandesh