Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

ગુજરાતમાં લમ્પી વાઈરસનો કહેર : આ જિલ્લામાં લમ્પીથી મોતનું તાંડવ, ગૌપ્રેમીઓ સહિત લોકોમાં રોષ

લમ્પી વાઈરસ (lumpy virus)

Kutch : રાજ્યમાં કચ્છ જિલ્લામાં ગાયોમાં લમ્પી વાઈરસ (lumpy virus) ના કહેરથી ગૌરક્ષકોમાં ચિંતા પ્રવર્તી છે, લમ્પી વાઇરસથી અનેક ગાયોના મોતથી નિપજ્યા છે, ત્યારે ભુજ શહેરના નાગોર રોડ પરના ડમ્પિંગ સાઇટ ખાતે લમ્પી રોગથી મૃત્યુ પામેલા ગૌ વંશના સંખ્યાબંધ મૃતદેહો જોવા મળેલ, જેને લઈ ગૌ પ્રેમીઓ સહિત લોકોની લાગણી દુભાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજના ડમ્પિંગ સાઇટ ખાતે લમ્પી રોગ (lumpy virus) થી મૃત્યુ પામેલા ગૌ વંશના સંખ્યાબંધ મૃતદેહોનો ઢગલો જોવા મળેલ, જ્યાં જુઓ ત્યા ગાયોના મૃતદેહ જોવા મળતા હતા, ત્યારે ગાયોના મૃતદેહોનો યોગ્ય નિકાલ કરવા લોકો દ્વારા કરાઈ હતી, જેના આધારે તંત્ર દ્વારા હાલ પશુ મૃતદેહોને નિકાલ અર્થે ખાડો બનાવી પુરાણ કરવાનું કામ શરૂ કરાયું હતું.

લમ્પી (lumpy virus) સ્કિન ડિસિસના કારણે કચ્છમાં અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં ગૌ વંશના મૃત્યુ થયા હોવાનું જાણવા મળેલ છે

Other News : આણંદ જિલ્લામાં હર ઘર ત્રિરંગા અંતર્ગત ૪.૩૦ લાખથી વધુ મકાનો પર રાષ્ટ્રધ્વજ ફરકાવાશે, જુઓ વિગત

Related posts

સુરતમાં આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના ઘરે ભાજપના કાર્યકર્તાઓનો હંગામો…

Charotar Sandesh

ગ્રેડ પે સહિત પડતર પ્રશ્નોને લઈને ૮ ડિસેમ્બરથી શિક્ષકો કરશે આંદોલન…

Charotar Sandesh

કોંગ્રેસ કાર્યાલયોને કોવિડમાં ફેરવવા ગુજરાત કોંગ્રેસ તૈયાર : અમિત ચાવડા

Charotar Sandesh