લવ જેહાદ રોકવા ગામ – શેરીઓમાં વિધર્મી ફેરિયાઓને પેસવા નહીં દેવાય
Anand : શહેરના ભાયલી સ્થિત વિરામ લોન્સ ખાતે આજે સમસ્ત મધ્ય ગુજરાતના પાટીદાર સમાજની આત્મચિંતન શિબિરનું આયોજન કરાયુ હતું. જેમાં મધ્ય ગુજરાતના પાટીદાર સમાજની ૩૫ જેટલી વિવિધ સંસ્થાઓના ૨૦૦ જેટલા અગ્રણીઓ હાજર રહ્યા હતા. જેમા લવ જેહાદ, શિક્ષણ, લગ્ન, વ્યસન અને પાટીદાર સમાજમાં જેન્ડર રેશિયો અંગે ચર્ચા થઈ હતી. આ સાથે વિધર્મીઓ દ્વારા પાટીદાર સમાજની દીકરીઓને ફસાવવા બાબતે ગામેગામ અને શહેરોમાં જઇને જાગૃતિ લાવવા શિબરો યોજીને યુવાઓને સમજાવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત ગામ. શેરીઓ અને સોસાયટીઓમાં વિધર્મી ફેરીયાઓને પેસવા નહીં દેવાનો પણ નિર્ણય કરાયો છે. આ સાથે સમાજને જોડાવા માટે અમે પાટીદાર એપ થકી મધ્ય ગુજરાતના દરેક પાટીદાર સમાજ એકત્રિત કરવામાં આવશે.
૨૨ ગામ ચરોતર લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ હિતેશ પટેલે જણાવ્યું હતું કે, સમાજની પ્રત્યેક દીકરીઓએ ચોક્કસ પણે ભણવું જોઇએ. જે દીકરીઓને ભણાવ માટે જો આર્થિક મદદની આવશ્યકતા હશે તો પાટીદાર સમાજ તેમને ભણાવશે. આ ઉપરાંત વિધર્મી કોમ દ્વારા સમાજની દીકરીઓને હાલના સમયમાં ફસાવવામાં આવે છે. જે પ્રવૃત્તિને અટકાવવા માટે માટે ગામેગામ શિબિરો કરીને દીકરીઓને ચેતવીને સમજાવવામાં આવશે. પાટીદાર સમાજના લોકો વ્યસન તરફ વળ્યા છે. જે અટકાવવા માટે વ્યસન નાબૂદ શિબીરનું પણ આયોજન કરાશે.
આ શિબિરમાં વાકળ સમાજના અરવિંદભાઈ પટેલ, નીતીનભાઇ પટેલ, બાવીસ ગામ ચરોતર લેઉઆ પાટીદારના જયપ્રકાશભાઇ પટેલ અને હિતેશભાઈ પટેલ, વડોદરા દક્ષીણ વિભાગના હસમુખભાઇ પટેલ, અતુલભાઈ પટેલ, કાનમ પાટીદાર સમાજના સુનીલભાઈ પટેલ, પાંચ ગામ (પોસુન) ના સત્યેનભાઈ પટેલ, ૨૪ ગામના હિતેન્દ્રભાઈ, ઉમીયામાતા સમાજના કમલેશભાઇ, શ્રી બાર ગામ સમાજના ભરતભાઈ પટેલ, એકવીસ ગામ સમાજના જયેશભાઇ, સોળગામ (મુવાલ) ના વિનય પટેલ, સોળ ગામ ચરોતરના ડો. પરેશ પટેલ, રસીક પટેલ અને વીસ ગામ વગેરેના અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Other News : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ખાતે ગુરૂપૂર્ણીમાની ઉજવણી કરવામા આવી