વિશાળ પાર્કીગ અને ફાયર સેફ્ટીની સુવિધા સાથે આ ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે તૈયાર થયું
ખેડા જિલ્લાના નડિયાદમાં સૌપ્રથમ વખત એક નવા ટ્રેડ સાથે ગરબા મહોત્સવનું આયોજન થયું છે. આદ્યશક્તિ ગ્રુપ આયોજીત બંસરી ખેલૈયા-રાસગરબા મહોત્સવ 2023 અંતગર્ત નડિયાદના હેલીપેડ સામે રીંગ રોડ પર આવેલ બંસરી પાર્ટી પ્લોટ ખાતે આ ગરબા મહોત્સવ યોજાનાર છે. જેમાં ગીત કલાકાર સૌરભ પરીખના સંગીતના તાલે સૌકોઈ ખેલૈયાઓ મન મૂકીને ઝૂમશે. અહીંયા કુલ 52 હજાર સ્ક્વેર ફુટના ગ્રાઉન્ડમાં તમામ પ્રકારની સુવિધાઓ ખેલૈયાઓને મળશે. ફુડ કોર્ટથી માંડીને તમામ સુવિધાઓ ખેલૈયાઓને આપવામાં આવશે.
આ ઉપરાંત વિશાળ પાર્કીગ અને ફાયર સેફ્ટીની સુવિધા સાથે આ ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે તૈયાર થયું છે. આયોજકો દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આયોજકોએ જણાવ્યુ હતુ કે, આ ગરબા મહોત્સવમાં અમે એક નવો ટ્રેડ લઈને આવ્યા છે. જેમાં ખેલૈયા યુવતી, મહિલાઓ માટે રૂપિયા 100 (નવ દિવસ)ના ટોકન ચાર્જની સામે 5 નંગ બોડી સ્પ્રે તંદન ફ્રી આપવાના છે તેમજ સાડીના પરિધાનમાં આવતી યુવતી મહિલાઓ પણ આ રીતે ગરબે ઝૂમી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે યુવાનો માટે પણ રૂપિયા 1500 (9 દિવસ)ની સામે 10 નંગ બોડી સ્પ્રે આપવાના છે. અહીયા 52 હજાર સ્ક્વેર ફુટના ગ્રાઉન્ડમાં 35 હજાર સ્ક્વેર ફુટ ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે હશે. આમ 9 દિવસ ભક્તિ ભાવથી મા જગદંબાની સ્થાપના કરી નવરાત્રી પર્વની અહીંયા દબદબાભેર ઉજવણી કરવામાં આવશે