Charotar Sandesh
ગુજરાત

આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં કર્યા યોગ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (international yoga day)

અમદાવાદ : આંતરરાષ્ટ્રીય યોગ દિને (international yoga day) ૨૧ જૂનના રોજ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં અલગ-અલગ ૨૭ જેટલાં સ્થળોએ યોગા કરાશે.

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કર્યા યોગ

જેમાં અનેક વિદ્યાર્થીઓ, મહિલાઓ-વડીલો સહિત અંદાજે ૧.૫ કરોડ જેટલા લોકો યોગ દિવસ (international yoga day) ની ઉજવણીમાં જોડાશે, ત્યારે રાજ્યકક્ષાનો કાર્યક્રમ આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે રખાયો છે. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યોગાસન કર્યા હતા.

પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલકે પહોંચાડવાના હેતુથી માનનીય વડા પ્રધાનશ્રી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ આજે ૨૧મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (international yoga day) તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંધ દ્વારા મંજુર કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

Other News : વિશ્વ યોગ દિવસ : ITBPના જવાનોએ ૧૭,૦૦૦ ફૂટની ઊંચાઈએ કર્યા સૂર્ય નમસ્કાર

Related posts

ભારત બંધને લઈને રાજ્યભરમાં 144 લાગૂ, SRPની ટુકડી સ્ટેડ બાય પર : DGP

Charotar Sandesh

રોફ જમાવવા પોલીસ ગાડી જેવી રેડ-બ્લ્યુ લાઈટ લગાવવું યુવકને ભારે પડ્યું : ધરપકડ કરાઈ

Charotar Sandesh

મોટા શહેરોમાં સ્કુલો ખુલી હોવા છતાં વાલીઓ વિદ્યાર્થીઓને સ્કુલે મોકલતા ખચકાય છે

Charotar Sandesh