મૈસુર : આંતરરાષ્ટ્રીય યોગ દિને ૨૧ જૂનના રોજ સમગ્ર દેશભરમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, સમગ્ર વિશ્વમાં આજે ૮મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે. પીએમ મોદી યોગ દિવસની ઉજવણી કર્ણાટકના મૈસુર પેલેસ ગ્રાઉન્ડમાં કરી છે, જ્યાં તેઓએ આશરે ૧૫,૦૦૦ લોકો સાથે કસરત કરી હતી, વડાપ્રધાન મોદીએ કસરતોમાં ત્રિકોણાસન, ભદ્રાસન જેવા આસનો કર્યા હતા.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવેલ કે યોગ હવે વૈશ્વિક તહેવાર બન્યો છે, અને તે જીવનનો એક ભાગ બની એક માર્ગ બની ગયેલ છે.
દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે : પીએમ મોદી
વધુમાં જણાવેલ કે, યોગને વિશ્વભરમાં લઈ જવા માટે સંયુક્ત રાષ્ટ્રનો હું આભાર માનું છું, ભાઈઓ-બહેનો આપણા ઋષિ-મુનિઓએ યોગ માટે જણાવેલ કે યોગ આપણને શાંતિ આપે છે, તે દેશ-વિશ્વભરમાં શાંતિ પ્રસરાવે છે, આ આખું વિશ્વ આપણા શરીરમાં છે, જેથી યોગ તેને જીવંત બનાવે છે. નિયમિત યોગ સજાગ સાથે સ્પર્ધાત્મક બનાવે છે અને લોકો તેમજ અન્ય દેશોને સાથે જોડે છે, બધા માટે સમસ્યાનું સમાધાન બની શકે તેમ છે.
Other News : આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં કર્યા યોગ