આણંદ : શહેરની બેંક ઓફ બરોડા (bank of baroda) શાખામાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી છે, જેમાં બેંક સિક્યુરિટી ગાર્ડે ગુસ્સામાં આવી એક વ્યક્તિ ઉપર ફાયરિંગ કરતાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે, જે દરમ્યાન બેંકમાં અફરાતફરી મચી જવા પામેલ હતી. આ ઘટનાની જાણ સ્થાનિક પોલિસને થતાં તાત્કાલિક પહોંચી જઈ આરોપી સિક્યુરીટિ ગાર્ડની અટકાયત કરવામાં આવેલ. ગંભીર રીતે ઘાયલ થયેલ એક વ્યક્તિને ૧૦૮ મારફતે તુરંત કરમસદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે
આણંદ શહેર પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
આ બાબતે આણંદ DYSP બી.ડી.જાડેજાએ જણાવેલ કે, બારદાન વાલા કોમ્પલેક્ષમાં બેંક ઓફ બરોડા (bank of baroda) ની શાખામાં ફાયરિંગની ઘટના સામે આવી છે, બેંકના સિક્યુરિટી ગાર્ડે ગુસ્સામાં આવી બેંકમાં જ એક વ્યક્તિ ઉપર ફાયરિંગ કરેલ, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને કરમસદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે, વધુમાં આ સમયે આણંદના પોલીસકર્મી જવાન પોતાના બેંકિંગ કામકાજ અર્થે ત્યાં જ ઉપસ્થિત હોઈ આરોપી વધુ ફાયરિંગ કરે તે પહેલાં જ તેને કાબુમાં લીધેલ, પ્રાથમિક તપાસમાં આ મામલો પૈસાની લેતીદેતી બાબતે હોવાનું માલુમ પડેલ છે, પરંતુ વધુ તપાસ અને પૂછપરછ કરાઈ રહી છે જે બાદ ઘટનાનું સાચું કારણ સામે આવશે.
Other News : આગામી તહેવારોને ધ્યાને લઈ જિલ્લામાં લાગુ કરાયેલ હથિયારબંધી : ઉલ્લંઘન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે