Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આંગળી પર મતદાન કરેલ  નિશાન જોઈને દવાના બિલો પર મળશે ૭ ટકા છૂટ : આણંદ કેમિસ્ટ એસોસિએશનની જાહેરાત

દવાના બિલો

મતદાન જાગૃતિના પ્રયાસોમાં નૈતિક ફરજ અદા કરતું આણંદ કેમિસ્ટ એસોસિએશન

લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર આણંદ સંસદીય મતવિસ્તારમાં જિલ્લાના મતદારો મહત્તમ મતદાન કરીને લોકશાહીના મહાપર્વ સમી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મતદાન પ્રક્રિયામાં જિલ્લાના મતદારો ભાગ લઈને પોતાનો કિંમતી મત આપીને જિલ્લામાં નોંધપાત્ર મતદાન થાય તે માટે  આણંદ વિધાનસભા મતવિસ્તારમાં મદદનીશ ચૂંટણી અધિકારી મયુર પરમાર દ્વારા મતદાન જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સાથો સાથ ચૂંટણી તંત્રના મતદાન જાગૃતિના આ પ્રયાસોને આણંદ કેમિસ્ટ એસોસિએશન દ્વારા પણ સમર્થન મળી રહ્યું છે. આણંદ વિધાનસભા મતવિસ્તારમાં આણંદ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન તરફથી મતદાનના દિવસ એટલે કે તા.૭ મે ૨૦૨૪ના રોજ મતદાન કરનાર મતદારોની આંગળી પર મત આપેલ શાહીનું નિશન બતાવીને દવાઓના બિલ પર ૭ ટકા જેટલું વળતર આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

લોકશાહીના મહાપર્વની આ ઉજવણીમાં અત્યાર સુધી માત્ર જિલ્લા ચૂંટણી તંત્ર જ મતદાર જાગૃતિના પ્રયાસ કરી રહ્યું હતું. પરંતું ચૂંટણી તંત્રની સાથેસાથે હવે દવાની દુકાન ધરાવતા વેપારીમંડળ દ્વારા આ પ્રકારની મતદાન જાગૃતિની નૈતિક પહેલ શરૂ કરતાં તેમણે  લોકશાહી તંત્રમાં વિશ્વાસ વ્યક્ત કરીને  પોતાની પ્રવિત્ર ફરજ બજાવી છે.

Other News : વડાપ્રધાન મોદી પ્રચારાર્થે ગુજરાતની મુલાકાતે : આણંદ-ખેડા લોકસભા બેઠકની સંયુક્ત જનસભા સંબોધશે

Related posts

બ્રેકિંગ : ખંભાતમાં રામનવમી નિમિત્તે યોજાયેલ શોભાયાત્રામાં પથ્થરમારો : ભારેલી અગ્નિ જેવી સ્થિતિ

Charotar Sandesh

કચ્છ વાગડ સાત ચોવીસી પ્રીમિયર લીગ-૭નું આયોજન એલિકોન ક્રિકેટ સ્ટેડિયમમાં કરાયું

Charotar Sandesh

બાકરોલ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ આ વિસ્તારને નિયંત્રિત તરીકે જાહેર કરાયો

Charotar Sandesh