ડાક વિભાગ અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ફાઈનાન્શિયલ ઈન્ક્લુઝન અને સામાજિક વિકાસ સુનિશ્ચિત કરતી યોજના એટલે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના
શ્રમયોગીઓના લાભ માટે આ અનોખી યોજના ખેડા જિલ્લામાં પ્રાયોગિક ધોરણે શરૂ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું
Nadiad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સર્વસમાવેશક વૃદ્ધિ અને સામાજિક-આર્થિક વિકાસ માટે સરકારની મક્કમ પ્રતિબદ્ધતાના ભાગરૂપે, પોસ્ટ વિભાગ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક તથા શ્રમ અને રોજગાર મંત્રાલયના સહયોગથી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા ખેડા જિલ્લાના શ્રમયોગીઓ માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો પ્રયોગિક પ્રારંભ ખેડા જિલ્લાના નડિયાદથી કરવામાં આવ્યો હતો. શ્રમયોગીઓના લાભ માટે આ અનોખી યોજનાને ખેડા જિલ્લામાં પ્રાયોગિક ધોરણે શરૂ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં પ્રસ્થાપિત થયેલ સુશાસનની વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં પ્રજા અને સરકાર બંને એક બની ગયા છે.
જેના પરિણામ સ્વરૂપે છેવાડાના માનવીની ચિંતા કરતી સરકાર રોડ, રસ્તા, પાણી, સ્વાસ્થ્ય જેવી માળખાકીય સુવિધાઓના તમામ માપદંડોમાં અગ્રેસર રહી પ્રત્યેક સરકારી યોજનાનો ૧૦૦ % લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સતત પરીણામલક્ષી કાર્ય કરી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના ઇતિહાસમાં સૌપ્રથમવાર વિકાસની રાજનીતિનો આરંભ થયો છે. આજે દેશના કોઈ પણ ભાગમાં ચૂંટણી અંગેની ચર્ચામાં વિકાસની વાત કેન્દ્રમાં મુકવી જ પડે છે.
આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ,મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા,અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ,ખેડા જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ, ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા,પોસ્ટ મહાનિર્દેશક નીરજ મહાજન, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંકના સી.ઈ.ઓ વેન્કેટસ રામાનુજ તેમજ જિલ્લાના પ્રાંત અધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Other News : આણંદ જિલ્લાના યુવાનો માટે અગ્નિવીર ભરતીમાં જોડાવાની ઉમદા તક : નિ:શુલ્ક નિવાસી તાલીમનું આયોજન