સુરત : શહેરના અમરોલી વિસ્તારમાં રજવાડી હોટેલ નજીકની ઘટના સામે આવી છે, જેમાં એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી કિરીટભાઈને કાયદાનું ભાન કરાવવામાં આવેલ છે.
ઘટનાની વિગત એવી છે કે, કાળા કાચ, નો-પાર્કિંગ, પીયુસી અને વગર નંબર પ્લેટની ગાડી હતી તેમજ લોકોની રક્ષામાં એક વર્દીધારી કાયદાનું ઉલ્લંઘન કરતો હોવાનું બહાર આવ્યા બાદ દંડ ફટકારાયો હતો.
કાયદો બધા માટે સરખો છે તેનો અહેસાસ નગરજનોને થયો
તપાસમાં પોલીસકર્મી અમરોલી પોલીસ મથકમાં ડી સ્ટાફમાં કામ કરતો હોવાનું સામે આવ્યું હતું. અમરોલી પોલીસકર્મીને દંડ ફટકારાયા બાદ રકઝક થઈ હતી. હું પણ સ્ટાફમાં છું એમ કહેતાં પોલીસકર્મચારીને ટ્રાફિક-પોલીસે શબક શિખડાવવા જ દંડનો મેમો ફાડયો હતો.
આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા
મેહુલ બોઘરા (જાગ્રત નાગરિક)એ જણાવ્યું હતું કે ખૂબ જ દુઃખની વાત કહેવાય. કાયદો માત્ર લોકો માટે જ બન્યા છે, પોલીસ ટ્રાફિકના નિયમોનું કડક અમલ કરાવે છે, પણ કરતા નથી. શનિવારે તેનું ઉદાહરણ સામે આવ્યું હતું. એક પોલીસની કાર પણ નંબર પ્લેટ વગરની, કાળા કાચવાળી, PUC વગરની ફરતી હતી.
તપાસ કરતાં અમરોલી ડી-સ્ટાફના કિરીટભાઈની ગાડી હતી. બસ, બે સવાલ કરતાં મારો અહીં રૂઆબ છે, જ્યા લોકો વચ્ચે મને નીચો દેખાડો છો, એવો જવાબ મળ્યો. બસ પછી એક જ જવાબ કાયદો બધા માટે સરખો, એટલે ટ્રાફિક-પોલીસને બોલાવી મેમો ફડાવ્યો ને વીડિયો વાઇરલ કરી અધિકારીઓને સંદેશો આપ્યો છે.
Other News : ચરોતર સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા હવે પોલીસ એક્શન મોડમાં, હવે SOPનો કડકથી અમલ કરાશે