કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત વિઝા સેવાઓ સસ્પેન્ડ કરવા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી
ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની કેનેડામાં થયેલી હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મુક્યા બાદ બંને દેશના સબંધોમાં કડવાશ આવી
હવે કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ વણસી રહેલા સબંધોના કારણે ચિંતિત છે. છેલ્લા પાંચ વર્ષમાં દસ લાખ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે ગયા છે. ચાલુ વર્ષે આખા વર્લ્ડમાંથી અંદાજે ૯ લાખ જેટલા વિદ્યાર્થીઓએ કેનેડાની જુદી જુદી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી ૧ લાખ ૮૫ હજાર એટલે કે, ૨૦ ટકા જેટલા વિદ્યાર્થી માત્ર ભારતનાં છે. ભારતમાંથી સૌથી વધુ પંજાબ અને હરિયાણામાંથી વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે જાય છે, ત્રીજા નંબરે ગુજરાતના વિદ્યાર્થીઓની સંખ્યા હોય છે.
બીએલએસ ઇન્ટનેશનલ- ઇન્ડીયા વિઝા એપ્લિકેશન સેન્ટર કેનેડા પરથી ટિકર હટાવી દેવામાં આવ્યું છે, ભારતીય વિઝા સેવાઓ ૨૧ સપ્ટેમ્બરથી આગામી સૂચના સુધી બંધ રહેશે.
એડવાઈઝરીના નામે એજન્ટો લૂંટ ચલાવે તો નવાઈ નહી !
ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરીના કારણે રાજ્ય અને દેશના નાગરિકોમાં ચિંતા પ્રસરતાં તેનો ફાયદો ઉઠાવી એજન્ટો લૂંટ ચલાવે તો નવાઈ નહી તેવી ચર્ચા ઉઠી છે.
Other News : ભારત અને કેનેડા વિવાદમાં મોટો નિર્ણય : ભારતમાં કેનેડાના લોકોને નો-એન્ટ્રી, હવે શું જુઓ