Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

બોલ માડી અંબે..! માઈભક્તો માટે ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ શરૂ, જુઓ વિગત

ભાદરવી પૂનમ

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો- 2023: મેળાના આયોજન અંગે પાલનપુર ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

અરવલ્લીની ગિરિમાળાઓમાં અખંડ શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમ્યાન યોજાશે. આ મહામેળાના સુચારૂ આયોજન અને વ્યવસ્થા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યારથી જ વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે પાલનપુર ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનાવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટરશ્રીએ વિવિધ સમિતિના અધિકારીઓ સાથે કામગીરી અંગે વિસ્તૃત અને ઝીંણવટભરી ચર્ચા કરી હતી. અંબાજી ભાદરવી પૂનમના મેળાની વ્યવસ્થા જાળવવા માટે કલેક્ટરશ્રી દ્વારા સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા સહિત જુદી જુદી ૨૮ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્‍નિલ ખરે, નિવાસી અધિક કલેકટર આર.એન.પંડ્યા, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સિધ્ધિ વર્મા સહિત વિવિધ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Other News : ડમી શાળાઓમાં વિદ્યાર્થી અને શિક્ષકના નામ માત્ર કાગળ પર જ ! : શિક્ષણ વિભાગે સરપ્રાઈઝ ચેકિંગનો આપ્યો આ આદેશ

Related posts

હેલ્મેટના કડક નિયમ સામે પોસ્ટર વોર : ૧૫ હજારથી વધુ લોકોએ વિરોધ નોંધાવ્યો…

Charotar Sandesh

શિક્ષણમંત્રી ચુડાસ્માનું નિવેદન : કોરોનાની સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ ધો.૧૨ની પરીક્ષા લેવાશે જ…

Charotar Sandesh

હેલમેટ ફરજિયાત કે મરજિયાત..?!! સીએમ અને મંત્રી ફળદુએ મૌન સેવ્યું…

Charotar Sandesh