PM મોદીનું જર્મની એરપોર્ટ પર ભવ્ય સ્વાગત થયું
મ્યૂનિખ : PM નરેન્દ્ર મોદી G7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જર્મની પહોંચી ગયા છે. એરપોર્ટ પર ભારતીય મૂળના લોકોએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરેલ, પીએમ મોદીએ અહીં ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત કરી અને તેનું અભિવાદન કર્યું હતું. જી-૭ બેઠક બાદ PM મોદી ૨૮ જૂને યૂએઈનો પણ પ્રવાસ કરવાના છે. ત્યાં તે સંયુક્ત અરબ અમીરાતના પૂર્વ રાષ્ટ્રપતિ તથા અબુધાબીના શાસક શેખ ખલીફા બિન ઝાયદ અલ નાહયાનના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવશે.
મહત્વનું છે કે બે મહિનામાં પીએમ મોદી બીજીવાર જર્મની યાત્રાએ ગયા છે. આ પહેલા પીએમ મોદી ૨ મેએ જર્મની ગયા હતા, જ્યાં તેમણે છઠ્ઠી ભારત-જર્મની અંતર સરકારી વિચાર વિમર્શ બેઠકમાં ભાગ લીધો હતો. જી-૭ દુનિયાના સાત સૌથી ધનવાન દેશોનો સમૂહ છે જેની અધ્યક્ષા જર્મની કરી રહ્યું છે. આ સમૂહમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન અને અમેરિકા સામેલ છે. વિદેશ સચિવે જણાવ્યુ કે G7 શિખર સંમેલનના આયોજનની અધ્યક્ષતા જર્મની કરી રહ્યું છે, જેમાં આર્જેન્ટીના, ઈન્ડોનેશિયા, સેનેગલ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોના આમંત્રિત કરાયા છે.
ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ Jo-biden, બ્રિટિશ PM બોરિસ જોનસન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈંક્રો, કેનેડાના PM જસ્ટિન ટ્રુડો સહિતના નેતાઓ ભાગ લેવાના છે. PM modi આ યાત્રા દરમિયાન બે સત્રોને સંબોધિત કરી શકે છે, જેમાંથી એક સત્ર પર્યાવરણ, ઉર્જા, જળવાયુનું હશે જ્યારે બીજુ સત્ર ખાદ્ય સુરક્ષા, લૈગિંક સમાનતા અને લોકતંત્ર જેવા વિષયનું હશે.
આ શિખર સંમેલનથી અલગ પીએમ મોદી સંમેલનમાં ભાગ લેનાર કેટલાક દેશના નેતાઓ સાથે પણ બેઠક કરશે
G7 શિખર બેઠકમાં ભાગ લેવા PM મોદીને આમંત્રણ બંને દેશોના નજીક તાલમેલ, ઉચ્ચ સ્તરીય રાજકીય સંપર્કની પરંપરાને ધ્યાનમાં રાખી અપાયું છે. તો જી૭ શિખર બેઠકમાં ભાગ લીધા બાદ પીએમ મોદી ૨૮ જૂને સંયુક્ત અરબ અમીરાતની યાત્રા પર જશે.
Other News : ભારતના રાષ્ટ્રપતિની આગામી ચુંટણી માટે NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુંએ નામાંકન ભર્યું