ભારતમાં અંબાણી-અદાણીની જ સરકાર છે : મીડિયા ભાજપ સરકારના ઈશારે કામ કરી રહી છે
New Delhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દિલ્હી ખાતે પહોંચતા શનિવારે સાંજે તેમણે લાલ કિલ્લા પરથી સંબોધન કરેલ અને જણાવેલ કે, મીડિયા કેન્દ્ર સરકારના ઈશારે કામ કરી હિંદુ-મુસલમાનના નામે નફરત ફેલાવે છે, જ્યારે દેશમાં આ વાસ્તવિકતા નથી. મેં આ યાત્રામાં જોયું કે ભારતમાં લોકોમાં ભાઈચારો છે, દરેક વ્યક્તિ એકબીજાને પ્રેમ કરે છે. આમાં મીડિયાનો વાંક નથી, તેમની પાછળ રહેલી શક્તિ તેમને નિયંત્રિત કરી રહી છે.
રાહુલ ગાંધીએ વધુમાં કહેલ કે, આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ભેગા કરવાનો છે, જુઓ અહીં મંદિર છે, મસ્જિદ છે, ગુરુદ્વારા છે, જૈન મંદિર છે, આ દેશની વાસ્તવિકતા છે. તો પછી સવાલ એ છે કે આ Mediaના લોકો શા માટે નફરત ફેલાવવા માગે છે ? શું તમે ક્યારેય ટીવી પર જોયું છે કે એક Indian બીજા Indianને ગળે લગાવે છે, તે ક્યારેય દેખાડવામાં નહીં આવે.
Other News : દવા લીધા વિના માથાનો દુખાવો ૨ મીનીટમાં સારો કરી દેશે, જાણો શું છે રામબાણ ઇલાજ