Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

ચરોતર ઈગ્લીશ મિડિયા સ્કૂલ, આણંદ દ્વારા વિધાર્થીનીઓમાં સ્પર્શ જાગૃતતા અંગે સેમિનાર

ચરોતર ઈગ્લીશ મિડિયા સ્કૂલ

આણંદ : ચરોતર ઈગ્લીશ મિડીયમ શાળામાં ધોરણ-૬ થી ધોરણ-૯ માં અભ્યાસ કરતી તમામ વિધાર્થીનીઓ માટે તારીખ:૧૮-૧૦-૨૦૨૧ ના રોજ “સ્વીકારવા યોગ્ય તથા અસ્વીકાર્ય સ્પર્શ ની સમજ માટે શાળાના મહિલા શિક્ષિકાશ્રીઓં દ્વારા સેમિનાર આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમાં વિધાર્થીઓને અસ્વીકાર્ય સ્પર્શ વિશે સમજૂતી આપવામાં આવી હતી તથા વ્યક્રિતગત રીતે મુંઝવતા સવાલો ના જવાબ પર પણ ઘ્યાન દોરવામાં આવ્યું હતું. અમુક પરિસ્થિતિમાં તેઓ પોતાના ઘર, પરિવાર કે કુટુંબીજનો સામે આવી કોઇ પણ રજુઆત કરી શકતા નથી. જેના કારણે આંતરિક મૂંઝવણની સાથે સાથે શારીરિક, માનસિક પીડા અનુભવે છે.

તેમજ આવા કોઇ દુષણનો ભાગ બનવાના કારણે લઘુતાગ્રંથિથી પીડાય છે. આવા કેટલાક બિભત્સ વર્તનનો ભોગમાંથી બચવાનો પ્રયાસ તથા તેની સમજ ઉપરાંત તેની વિરૂધ અવાજ ઉઠાવવા માટેની ઉમદા સમજ પૂરી પાડવામાં આવી હતી. તેઓની સમક્ષ સ્પર્શના તફાવતો રજૂ કર્યા હતા. આ સેમિનાર હેતુ અસ્વીકુત સ્પર્શ માટે ફેલાયલ ભય ને દુર કરવાનો સફળ પ્રયાસ આચાર્યશ્રી કાર્તિકભાઇ પટેલ ના માર્ગદશન હેઠળ હાય ધરવામાં આવ્યો હતો.

  • Jignesh Patel, Anand

Other News : જેસીઆઈ ઈન્ડિયા ઝોન-૮ ના સિનિયર મેમ્બર્સ એસોસિએશનનો ભવ્ય શપથવિધિ સમારોહ સંપન્ન

Related posts

આણંદ જિલ્લાભરના પેટ્રોલ પંપ ગેસ એજન્સી બોટલોને પણ સેનેટાઇજ કરવાનો પ્રારંભ…

Charotar Sandesh

ઉત્તરાયણ સમયે ૧૦૮ ઈમરજન્સી સારવાર સેવામાં ૪૦થી ૫૦ ટકાનો વધારો થયો…

Charotar Sandesh

આજે વિજયાદશમી પર્વ નિમિત્તે પોલિસ હેડક્વોટર આણંદ ખાતે શસ્ત્રપુજન કરાયું…

Charotar Sandesh