વડાપ્રધાને ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમની જીતના બહાને વિપક્ષ પર વરસ્યા વડાપ્રધાન, નવું ભારત પદ નહીં પદક જીતીને દુનિયામાં છવાઇ રહ્યું છે
૫ ઓગસ્ટને યાદ રાખશે દેશ, પહેલા ૩૭૦ હટી-મંદિર નિર્માણ શરૂ થયુ અને હવે મળ્યો મેડલ
ન્યુ દિલ્હી : આજના દિવસે દેશને મળેલી કેટલીક ઉપલબ્ધીઓની વાત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ ઓગસ્ટના મહત્વ અને આજે બનેલી ઘટનાઓ વિશે વાત કરી છે. અયોધ્યામાં બની રહેલી રામ મંદીરના ભૂમિ પૂજનની પહેલી વર્ષગાંઠ પર PM Modi એ ગરીબ અન્ન યોજના દ્વારા લાભાર્થીઓને મદદ કરવાની વાત કરી છે. આ દરમિયાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લાભાર્થીઓ સાથે વાત પણ કરી. વડાપ્રધાને ૫ ઓગસ્ટને ખાસ દિવસ ગણાવીને કહ્યું છે કે, આ દિવસે ૨ વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ દૂર કરી, પાછલા વર્ષે રામ મંદિરી ભૂમિ પૂજન થયું અને આજે ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે ૪૧ વર્ષ પછી મેડલ જીત્યો છે.
વડાપ્રધાને વિપક્ષને નિશાના પર લઈને કહ્યું કે, કેટલાક લોકો રાજકીય સ્વાર્થમાં સેલ્ફ ગોલ કરવામાં જોડાયેલા છે. PM Modi એ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરીને કહ્યું, “૫ ઓગસ્ટની તારીખ ઘણી જ વિશેષ છે. ૫ ઓગસ્ટ જ છે, જ્યારે ૨ વર્ષ પહેલા આર્ટિકલ ૩૭૦ હટાવીને જમ્મુ-કાશ્મીરના દરેક નાગરિકોને દરેક અધિકાર, દરેક સુવિધાના સંપૂર્ણ ભાગીદાર બનાવ્યા હતા.”
PM Modi એ કહ્યું, “આ જ ૫ ઓગસ્ટ છે, જ્યારે ભવ્ય રામ મંદિરના નિર્માણ તરફ પહેલું પગલું રખાયું. આજ અયોધ્યામાં ઝડપથી રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.” તેમણે કહ્યું, “આજે ૫ ઓગસ્ટની તારીખ, ફરી એકવાર આપણા બધા માટે ઉત્સાહ અને ઉમંગને લઈને આવી છે. આજે જ ઓલિમ્પિકના મેદાન પર દેશના યુવાનોએ હોકીના પોતાના ગૌરવને ફરી સ્થાપિત કરીને લાંબી છલાંગ લગાવી છે.”
વિપક્ષ પર કટાક્ષ કરીને PM Modi એ કહ્યું, “એક તરફ આપણો દેશ, આપણા યુવાનો ભારત માટે ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે, જીતનો ગોલ કરી રહ્યા છે ત્યારે કેટલાક એવા લોકો પણ છે કે જેઓ રાજકારણના સ્વાર્થમાં સેલ્ફ ગોલ કરવામાં લાગ્યા છે. દેશ શું ઈચ્છે છે, દેશ શું મેળવી રહ્યો છે, દેશમાં કેવો બદલાવ આવ્યો છે, તેનાથી તેમને કોઈ મતલબ નથી.”
Other News : વડાપ્રધાન મોદીએ ભારતીય ઓલિમ્પિક ખેલાડીઓને ૧૫ ઓગસ્ટ માટે આમંત્રણ આપ્યું