ગુજરાત સરકારનાં ગૃહવિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્ર પ્રમાણે રાત્રે 8 થી 10 જ ફટાકડા ફોડી શકાશે: ટેટાની લુમ-તડાફડી પર પ્રતિબંધ
નાતાલ-નૂતન વર્ષે રાત્રે ૧૧-૫૫ થી ૧૨-૩૦ ની છુટ્ટ : પ્રદુષણ સામે જાગૃતિ કેળવવા શાળાકીય કાર્યક્રમો રાખવા ઉપરાંત પ્રચાર કરવા સુચના
ગાંધીનગર : આગામી દિવાળી તહેવારને લઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી. દિવાળીના તહેવારો પર ફટાકડા ફોડવાથી માંડીને ખરીદ-વેંચાણ સહિતની પ્રક્રિયા સંબંધી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે જે અંતર્ગત બે કલાક જ ફટાકડા ફોડી શકાશે અને ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ રહેશે.આયાતી-વિદેશી ફટાકડા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરાયો છે.
ગુજરાત સરકારનાં ગૃહવિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્ર પ્રમાણે ગ્રીન અને ઓછુ પ્રદુષણ ફેલાવતા ફટાકડાનો જ ઉપયોગ કરવામાં રહેશે. ભારે ઘોંઘાટવાળા તથા વધુ પ્રમાણમાં પ્રદુષણ અને ઘનકચરો પેદા કરતાં બાંધેલા ફટાકડા (ટેટાની લુમ વગેરે) ફોડવા પર પ્રતિબંધ રહેશે.
સુપ્રીમ કોર્ટે કરેલા આદેશ મુજબ અત્યંત વધારે અવાજ અને વધારે ઘન કચરો પેદા કરતાં ફટાકડા પર પ્રતિબંધ છે, જ્યારે જાહેર માર્ગ પર ફટાકડા ફોડી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટ ગુરૂવારે સ્પષ્ટતા કરી હતી કે, ફટાકડાં ફોડવા બાબતે તેના દ્વારા મૂકવામાં આવેલો પ્રતિબંધ એ કોઇ ચોક્કસ સમુદાય વિરૂદ્ધ નથી પરંતુ આનંદની આડમાં નાગરિકોના અધિકારોનુ ઉલ્લંઘન કરવાની અમે મંજૂરી આપી શકીએ નહીં.
Other News : વડોદરા શહેરમાં ૯૭.૫૬ ટકા લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો