હવામાન વિભાગે ખેડૂતો માટે ફરી માઠા સમાચારની આગાહી કરી છે, જેમાં આગામી ૩ દિવસ છૂટો છવાયો વરસાદ પડી શકે છે, જેમાં ગુજરાતના શહેરો દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગરમાં માવઠું પડવાની શક્યતા વર્તાઈ રહી છે.
સાયક્લોનિક સર્ક્યૂલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની આગાહી કરાઈ છે, હાલ તો તાપમાન સામાન્ય રહેશે જો કે ૩ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો નોંધાશે
હવામાન વિભાગેની આગાહી મુજબ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ફરી એકવાર જગતના તાતની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છોટાઉદેપુર, તાપી, દાહોદ, નર્મદા, ડાંગ, નવસારી તેમજ વલસાડમાં સામાન્ય વરસાદની સંભાવના છે.
Other News : ખેડા સિરપ કાંડમાં ભાજપના કોષાધ્યક્ષ કિશોર સોઢાની સંડોવણી બહાર આવતા ભાજપે પદ પરથી દુર કર્યો