ગાંધીનગર : શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આજે પત્રકાર પરિષદને સંબોધીને જાણકારી આપી હતી. ૧૦ વર્ષ બાદ શિક્ષકોની બદલી-બઢતીના નિયમોમાં આ ફેરફાર કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના આ નિર્ણય સીધી રીતે રાજ્યના ૨ લાખ શિક્ષકોને અસર કરશે.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, શિક્ષકોની લાંબા સમયના પડતર પ્રશ્નો કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેની અસર સીધી ૨ લાખ શિક્ષકોને થશે.
સર્વસંમતિથી ચર્ચા કરીને અને શિક્ષણનું હિત, વિદ્યાર્થીઓનું હિત અને સાથે એડમિનિસ્ટ્રેશનનું હિત જળવાય તેવો નિર્ણય લેવાયો છે
અત્યાર સુધી જે શિક્ષકોની બદલી થઇ ગઈ છે પરંતુ ૧૦ ટકા કરતાં વધુ મહેકમ ખાલી પડતું હોવાના કારણે છૂટા થઇ શક્યાં નથી. તેવા બદલી પામેલા તમામ શિક્ષકોને ખાસ કિસ્સા તરીકે છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે શાળામાં બદલીવાળા શિક્ષકોને છૂટા કરવાના કારણે શૂન્ય શિક્ષકવાળી શાળા થતી હોય ત્યાં છેલ્લે છૂટા થવા પાત્ર શિક્ષકને નવા શિક્ષક આવે ત્યારે જ છૂટા થવાનું રહેશે. આ નિર્ણયથી લગભગ ૩-૪ હજાર શિક્ષકો છૂટા થઈ જશે. છેલ્લા ત્રણ વર્ષમાં બદલી થયેલી હોય અને છૂટા ન કરાયા હોય તેવા તમામ શિક્ષકોને પણ આ નિર્ણય લાગુ પડશે.
Other News : Russia યુક્રેન પર આક્રમણ કરશે તો ભારત અમને સમર્થન આપશે : USA